Charotar Sandesh
બોલિવૂડ

Bollywood : સોનુ સૂદે ઈન્ટરનેશનલ શૂટર કોનિકા લાયકને અઢી લાખની જર્મન રાઈફલ મોકલી…

મુંબઈ : સોનુ સૂદ લોકોની મદદ માટે હમેશાં તૈયાર રહે છે ત્યારે હાલમાં જ તેણે ધનબાદની રહેવાસી ઈન્ટરનેશનલ શૂટર કોનિકા લાયકને અઢી લાખની જર્મન રાઈફલ મોકલી છે. સોનુ સૂદ સતત લોકોની મદદ કરી રહ્યો છે. હવે સોનુએ ધનબાદની રહેવાસી ઈન્ટરનેશનલ શૂટર કોનિકા લાયકની મદદ કરી. સોનુએ લાખોની રાઈફર તેને મોકલી આપી.
સોનુએ ધનબાદની રહેવાસી ઈન્ટરનેશનલ શૂટર કોનિકા લાયકને અઢી લાખ રૂપિયાની જર્મની રાઈફલ મોકલી આપી છે. પોતાની પાસે રાઈફર ન હોવાને કારણે કોનિકાને મિત્રો પાસેથી ઉધાર લઈને ટૂર્નામેન્ટ રમની પડતી હતી. પરંતુ હવે કોનિકા પોતાની રાઈફલથી રમી શકશે.

ધનબાદની રાષ્ટ્રીય સ્તરની ખેલાડી કોનિકાની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે તે રાઈફલ ખરીદી શકે. જેથી ૧૦ માર્ચે સોનુએ કોનિકાને ટિ્‌વટ કરીને રાઈફલ મોકલી આપવાનો વાયદો કર્યો હતો. આ રાઈફલ જર્મનીથી આવી છે અને આ જ કારણથી ધનબાદ પહોંચવામાં મોડું થયું. કોનિકાએ જણાવ્યું કે ૨૪ જૂને આ રાઈફલ તેની પાસે પહોંચી ગઈ. કોનિકાએ કહ્યું કે સોનુએ પોતે વીડિયો કોલ કરીને તેની સાથે વાત પણ કરી. હવે તે ખૂબ સારી રીતે પ્રેક્ટિસ કરી શકશે.
કોનિકાએ જણાવ્યું, તેણે રાઈફલ ખરીદવા માટે ઘણાં મંત્રીથી લઈને સ્થાનિક સાંસદ અને જિલ્લા પ્રશાસન સુધી મદદ માંગી પરંતુ કોઈએ મદદ ન કરી. પછી તેણે સોનુ સૂદ પાસે મદદ માંગી. કોનિકાએ રાજ્ય સ્તર પર ડઝનથી વધારે મેડલ્સ જીત્યા છે. ૨૦૧૭માં નેશનલ ટૂર્નામેન્ટમાં ઝારખંડની તરફથી સૌથી વધુ પોઈન્ટ કનિકાએ બનાવ્યા હતા.
જ્યારથી કોરોના શરૂ થયો ત્યારથી સોનુ લોકોની મદદ કરી રહ્યો છે. તે દેશનો રિયલ હીરો બની ગયો છે. સોનુએ કોરોનાની પહેલી લહેરમાં પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડ્યા અને બીજી લહેરમાં તેણે લોકો સુધી ઓક્સીજન સિલેન્ડર પહોંચાડ્યા અને હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા પણ કરાવી આપી. આ સિવાય તે સોશિયલ મીડિયા પર લોકોની પરેશાની સાંભળે છે અને તેનું નિરાકરણ કરવાની કોશિશ કરે છે.

Related posts

અમિતાભ બચ્ચન ગુજરાત આવશેઃ ટૂરિઝમની જાહેરખબરોનું શૂટિંગ કરશે…

Charotar Sandesh

સંજય દત્તને લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી…

Charotar Sandesh

બોક્સ ઓફિસ પર છવાઈ ‘ભારત’, ૩ દિવસમાં જાણો કેટલી કરી કમાઈ…

Charotar Sandesh