Charotar Sandesh
બોલિવૂડ

Bollywood : દિપીકા પાદુકોણે પતિ રણવીર સિંહને આપી એક ખાસ સરપ્રાઇઝ

દિપીકા પાદુકોણે

મુંબઈ : દીપિકા પાદુકોણના વખાણ કરતી વખતે રણવીરે કહ્યું હતું કે તે ખૂબ નસીબદાર છે કે તેને આવો જીવનસાથી મળ્યો છે. તેણે મારી ટીકા કરીને મને મારા કામમાં વધુ સારો બનાવ્યો છે. હું તેને ખૂબ પ્રેમ કરું છું અને તેનો ટેકો મને સારો હોસ્ટ બનવામાં મદદ કરશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ કબીર ખાનની ફિલ્મ ૮૩ માં સાથે જોવા મળશે. આ ફિલ્મ ક્રિસમસ નિમિત્તે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં દીપિકા રણવીરની પત્નીનો રોલ કરતી જોવા મળશે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવૂડના શ્રેષ્ઠ કપલમાંથી એક છે. તેઓ કપલ ગોલ્સ સેટ કરતા રહે છે. બંનેની જોડી ચાહકોના દિલ જીતી લે છે. રણવીર સિંહ આજથી ટીવી પર ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તેમનો શો ધ બિગ પિક્ચર આજથી શરૂ થઈ રહ્યો છે. દીપિકાએ તેના શોના શૂટિંગના પહેલા દિવસે એક ખાસ સરપ્રાઈઝ આપી હતી.

રણવીર સિંહ ક્વિઝ રિયાલિટી શોથી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. જેમાં સ્પર્ધકો ફોટાને ઓળખીને પૈસા જીતવાના છે. રણવીરના શોના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ શો દ્વારા લોકોને લાખો રૂપિયા જીતવાની તક મળશે. રણવીર આ શો માટે ખૂબ જ ઉત્સાહિત છે. ધ બિગ પિક્ચરના શૂટિંગના પહેલા દિવસે દીપિકા પાદુકોણે રણવીરને ફૂલો અને હસ્તલિખિત નોટ મોકલી હતી.

આ વિશે વાત કરતા રણવીરે કહ્યું હતું કે પહેલા દિવસે હું ખૂબ જ નર્વસ અને ઉત્સાહિત હતો. દીપિકાએ શો માટે શુભેચ્છાઓ આપવા માટે મને ફૂલો અને એક નોટ મોકલી. અગાઉ રણવીર સિંહે કહ્યું હતું કે દીપિકા શરૂઆતથી જ તેમના માટે સપોર્ટ સિસ્ટમ રહી છે. એટલું જ નહીં, તેણે રણવીરને ક્વિઝ શો હોસ્ટ કરવા માટે ટિપ્સ પણ આપી હતી.

Other News : મારું પોતાનું પણ એક વ્યક્તિત્વ છે : કિયારા અડવાણી

Related posts

ફિલ્મ ’ધૂમ ૪’ માં પહેલીવાર રીતિક અને જ્હોન સાથે જોવા મળશે, દીપિકા લેડી વિલન…

Charotar Sandesh

અજય દેવગણની ‘તાન્હાજી’ છ દિવસમાં જ ૧૦૦ કરોડનાં ક્લબમાં સામેલ…

Charotar Sandesh

પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં દાખલ…

Charotar Sandesh