Charotar Sandesh
સ્પોર્ટ્સ

IPL 2021માં ઈનામનો વરસાદ : ચેમ્પિયન ચેન્નાઈને ૨૦ કરોડ, રનર્સઅપ કોલકત્તાને ૧૨.૫ કરોડ મળ્યા

IPL 2021માં ઈનામ

નવીદિલ્હી : ઈન્ડિયન પ્રિમીયર લીગની ૧૪મી સીઝનનો ફાઈનલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ પર રમાયો અને તેમાં ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપરકિંગ્સ ચોથી વખત ચેમ્પિયન બન્યું છે.

બીજી બાજુ કોલકત્તાનું ત્રીજી વખત ટ્રોફી જીતવાનું સ્વપ્ન રોળાઈ ગયું છે. આ મેચમાં કોલકત્તાના બન્ને ઓપનિંગ બેટસમેન વેંકટેશ અય્યર અને શુભમન ગીલ જેવા આઉટ થયા કે મેચ સંપૂર્ણ રીતે પલટાઈ ગયો હતો અને પછી કોલકત્તા પરત ફરી જ શક્યું નહોતું.

કોલકત્તાને હરાવીને ચેમ્પિયન બનનારી ચેન્નાઈ સુપરકિંગ્સને ઈનામ તરીકે રૂા.૨૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા તો રનર્સઅપ કોલકત્તાને ૧૨.૫ કરોડની રકમ આપવામાં આવી હતી

ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા ચેન્નાઈના ઓપનિંગ બેટસમેન ઋતુરાજ ગાયકવાડે ૬૩૫ રન બનાવી ઑરેન્જ કેપ મેળવી હતી જેના બદલામાં તેને રૂા.૧૦ લાખનું ઈનામ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેણે ઈમર્જિંગ (ઉભરતાં) ખેલાડીનો એવોર્ડ પણ જીત્યો હતો જેના બદલામાં તેને રૂા.૧૦ લાખનો ચેક અપાયો હતો.

માત્ર બે રનના અંતરથી આઈપીએલ-૨૦૨૧માં સૌથી વધુ રન બનાવીને ઑરેન્જ કેપ મેળવનારા ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે ટીમના ચેમ્પિયન બનવાથી તેની આ ઉપલબ્ધીનું મહત્ત્વ વધી ગયું છે.ગાયકવાડે ટૂર્નામેન્ટમાં ૬૩૫ રન બનાવ્યા હતા જ્યારે તેના સાથી ઓપનર ડુપ્લેસીસે ૬૩૩ રન બનાવીને બીજું સ્થાન મેળવ્યું હતું.

Related posts

કોહલી ઓલ ટાઈમ ગ્રેટ વન ડે બેટ્‌સમેન છે : એરોન ફિન્ચ

Charotar Sandesh

દિલ્હી કેપિટલને ઝટકોઃ ઇશાંત શર્મા ઇજાગ્રસ્ત થતા આઇપીએલમાંથી બહાર…

Charotar Sandesh

ક્રિસ મૉરિસ બન્યો આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી…

Charotar Sandesh