Charotar Sandesh
ઈન્ડિયા

Breaking : કોરોના વેક્સિન બનાવતી પૂનાની સીરમ ઈન્સ્ટીટયુટમાં ભીષણ આગ : અનેક લોકો ફસાયા…

  • રાજકોટ સહિત સમગ્ર દેશમાં જે વેક્સિન ઉપયોગમાં લેવાઈ રહી છે તે કોવિશીલ્ડના પ્લાન્ટમાં આગ લાગતાં અફડાતફડી…

  • આગ પર કાબૂ મેળવવા ૧૫થી વધુ ફાયર ફાઈટરો દોડાવાયા છતાં કાબૂબહાર : આગના લબકારા દૂર દૂર સુધી દેખાયા…

પૂના : ૧૧-૧૧ મહિના સુધી કોરોનાના ઘાતક વારનો સામનો કરી રહેલા દેશવાસીઓને વેક્સિનરૂપી જડીબુટ્ટી મળ્યાને હજુ ગણતરીના દિવસો જ પસાર થયા છે ત્યાં વેક્સિનનું નિર્માણ કરતી પૂનાની સીરમ ઈન્સ્ટીટયુટમાં આજે બપોરે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં દોડધામ મચી જવા પામી હતી. આ આગને કારણે પ્લાન્ટની અંદર અનેક લોકો ફસાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પળવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં તેને બુઝાવવા માટે ૧૫થી વધુ ફાયર ફાઈટરો દોડાવવામાં આવ્યા હતા પરંતુ આગ પર કાબૂ મેળવી શકાયો નહોતો અને બુઝાવાની જગ્યાએ તે વકરી રહેલી દેખાઈ રહી હતી.

રાજકોટ સહિત સમગ્ર દેશમાં સીરમ ઈન્સ્ટીટયુટ દ્વારા કોવિશીલ્ડ વેક્સિનનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે અને હજુ વેક્સિનનો ત્રીજો જથ્થો પણ આવવાનો છે તે પહેલાં જ પ્લાન્ટમાં આગ લાગવાને કારણે સપ્લાય ખોરવાઈ જવાની સંભાવના છે. બીજી બાજુ સૂત્રોએ જણાવ્યું હતું કે કોવિશીલ્ડ વેક્સિનનું જ્યાં ઉત્પાદન થાય છે તે પ્લાન્ટમાં આગ નથી લાગી બલ્કે બીસીજી વેક્સિન ટર્મિનલમાં આગ લાગી છે. વળી અમુક સૂત્રો કોવિશીલ્ડ વેક્સિનના પ્લાન્ટમાં જ આગ લાગી હોવાની વાતને સમર્થન આપી રહ્યા છે ત્યારે વાસ્તવિક રીતે આગ ક્યાં લાગી છે તેની સત્તાવાર જાણકારી બહાર આવી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે સીરમ ઈન્સ્ટીટયુટ દ્વારા અન્ય બીમારીઓની વેક્સિન પણ બનાવવામાં આવી છે અને તાજેતરમાં જ તેની કોવિશીલ્ડ વેક્સિનને પણ સરકારે મંજૂરી આપતાં તેનું વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં લાખો લોકોને તે મુકી પણ દેવામાં આવી છે. હવે તેના જ પ્લાન્ટમાં આગ લાગવાને કારણે વેક્સિનના જથ્થાને કોઈ નુકસાન થયું છે કે કેમ તે સહિતની જાણકારી મેળવવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

Related posts

શેરબજાર ઊંધા માથે પટકાયું : સેન્સેક્સમાં ૬૨૪ અંકનો કડાકો…

Charotar Sandesh

કોરોના સંકટ વચ્ચે વૈષ્ણોદેવી યાત્રા ૧૬ ઑગસ્ટથી શરૂ થશે…

Charotar Sandesh

કાલે ઉધ્ધવની ભવ્ય શપથવિધિ : ૭૦,૦૦૦ ખુરશીઓ ગોઠવાઇ : મમતા-કેજરીવાલને આમંત્રણ…

Charotar Sandesh