Charotar Sandesh
ઈન્ડિયા

Breaking : ગણતંત્ર દિવસે દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં બબાલ, પોલીસે ટીયર ગેસ શેલ છોડ્યા…

ટ્રેક્ટર રેલી શરૂ થઈ એ પહેલાં સિંધુ બોર્ડર પર ૩૫-૪૦ કિમી સુધી ટ્રેક્ટરોની લાઇન લાગી…

ન્યુ દિલ્હી : નવા કૃષિ કાયદા વિરુદ્ધ વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ દિલ્હીની ૩ બોર્ડરથી ટ્રેક્ટર રેલી શરૂ કરી છે. ખેડૂતો દિલ્હી અને ટીકરી બોર્ડર પર જાતે જ બેરિકેડ્‌સ તોડવાની શરૂઆત કરી દીધી છે. ગાઝીપુર બોર્ડરથી નીકળેલા ખેડૂતોને પોલીસે નોઈડા પોઈન્ટ પર રોકી લીધા હતા, ત્યાં તેમના પર ટીઅર ગેસ છોડવામાં આવ્યો હતો. પોલીસનો દાવો છે કે ખેડૂતોએ પાંડવનગર પોલીસ જથ્થા પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો.

પોલીસે એવો પણ દાવો કર્યો છે કે નિહંગોએ તલવારથી પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.

ગણતંત્ર દિવસે દિલ્હી પોલીસ તરફથી મંજૂરી મળ્યા બાદ ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ટ્રેકર પરેડ યોજી છે. પોલીસ દ્વારા દિલ્હી આસપાસની સરહદ પર ગોઠવવામાં આવેલા બેરિકેડ્‌સને ખેડૂતોએ તોડી પાડ્યા છે. ખેડૂતોએ સિંઘુ, ટિકરી અને ગાઝીપુર સરહદ પર પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલા બેરિકેડ્‌સ તોડીને દિલ્હીમાં પ્રવેશવાનું શરૂ કરી દીધું છે. આવો જ નજારો ગુરુગ્રામમાં ફરિદાબાદમાં પણ જોવા મળી રહ્યો છે. દિલ્હી પોલીસ સમક્ષ ખેડૂતોને રોકવા તેમજ કયદો અને શાંતિ વ્યવસ્થાને જાળવવાનો પડકાર રહેલો છે. ખેડૂતોએ બેરિકેડ્‌સ તોડતા પોલીસે તેમને આગળ વધતા અટકાવવા અશ્રુ ગેસના સેલ છોડ્યા હોવાનું પણ જણાયું છે.

ત્રણ કૃષિ કાયદાને પગલે ખેડૂતો બે મહિનાથી વિરોધ કરી રહ્યા છે અને અગાઉ ખેડૂત સંગઠનોએ જણાવ્યું હતું કે તેમની ટ્રેક્ટર પરેડ ફક્ત દિલ્હી રિંગ રોડ પર યોજાશે અને શહેરમાં મધ્ય દિલ્હીમાં પ્રવેશ નહીં કરે. અગાઉ પોલીસે જણાવ્યું હતું કે રેલીને પગલે ગાઝિયાબાદથી દિલ્હીમાં પ્રવેશ કરવાની તમામ સરહદ સીલ કરી દેવામાં આવી છે. કોઈપણ બોર્ડરથી દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી નહીં મળે. દરમિયાન ખેડૂતના એક સંગઠન કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ પોલીસે જણાવેલા રેલીના રૂટને લઈને અસહમતિ વ્યક્ત કરી હતી અને અલગ રૂટ પર ટ્રેક્ટર પરેડ યોજવા જણાવ્યું હતું.

Related posts

નેતાઓ નજરકેદ : ૧૪૪મી કલમ : શાળા-કોલેજો-ઇન્ટરનેટ બંધ…

Charotar Sandesh

પંજાબમાં ગ્રીન ફંગસનો દેશમાં પ્રથમ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ…

Charotar Sandesh

મમતા બેનર્જીની ચેલેન્જ : પશ્ચિમ બંગાળમાં ભાજપ ૩૦ બેઠક જીતી બતાવે…

Charotar Sandesh