Charotar Sandesh
ગુજરાત

બ્રેકિંગ : પોલીસ વિભાગમાં ધરખમ ફેરફાર, ૭૭ IPSની બદલી-બઢતી, ખેડા જિલ્લા SP તરીકે કોની કરાઈ નિમણૂક

આઈપીએસ IPS ઓફિસરોની બદલી

નડીયાદ : આગામી વિધાનસભાની ચુંટણી ગુજરાત રાજ્યમાં આવી રહી છે, ત્યારે પોલિસ વિભાગમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના ૭૭ આઈપીએસ IPS ઓફિસરોની બદલી-બઢતી કરવામાં આવી છે, જેમાં ૫૭ આઈપીએસ IPSની બદલી જ્યારે ર૦ની બઢતી થઈ છે.

અમરેલી જિલ્લાના પ્રમાણિક કાર્યક્ષમ અને નિડર એસપી નિર્લિપ્ત રાય ની સ્ટેટ મોનિટરિંગ સેલ માં બદલી !

નોંધનીય છે કે, રાજ્યમાં ક્રાઈમને શોધવામાં સક્ષમ અને કડક છબી ધરાવતા નિર્લિપ્ત રાયની સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી-બઢતી થતાં ગુનેગારોમાં સહિત ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ઝોન ૪ ડીસીપી રાજેશ ગઢિયાને ખેડા એસપી તરીકે મુકવામા આવ્યા

આ ફેરફાર બાદ રાજ્યભરમાં કહેવાતા વહીવટદારો ભ્રષ્ટ પોલીસ અમલદારો અને અસામાજિક તત્વો માં સન્નાટો સહ ખોફ ! આ સાથે અમદાવાદના ૬ ઝોનના ડીસીપીની બદલી થઈ છે, ઝોન ૧ ડીસીપી રવિન્દ્ર પટેલની ભાવનગર પોલિસ અધિક્ષક તરીકે બદલી ઝોન ૧ ડીસીપી તરીકે ડો.લવીના સિંહને મુકવામા આવ્યા છે. ઝોન ૨ ડીસીપી વિજયકુમાર પટેલની બદલી પાટણ પોલિસ અધિક્ષક તરીકે કરવામાં આવી છે અને ઝોન ૨ ડીસીપી તરીકે જયદીપસિંહ જાડેજાને મુકવામા આવ્યા છે. તેમની જગ્યાએ ઝોન ૪ ડીસીપી તરીકે અમદાવાદ એસઓજી ડીસીપી મુકેશ પટેલને મુકવામા આવ્યા છે.

ઝોન ૩ ડીસીપી તરીકે સુશીલ અગ્રવાલને મુકવામા આવ્યા છે, ઝોન ૫ ડીસીપી અચલ ત્યાગીને મહેસાણા એસપી તરીકે મુકાયા છે અને ઝોન ૫ ડીસીપી તરીકે બળદેવ દેસાઈને મુકવામા આવ્યા છે. ઝોન ૭ ડીસીપી પ્રેમસુખ ડેલુને જામનગર એસપી તરીકે મુકાયા છે અને તેમની જગ્યાએ ભગીરથસિંહ જાડેજાને ઝોન ૭ ડીસીપી તરીકે મુકવામા આવ્યા છે. ટ્રાફિક ડીસીપી તેજસ પટેલની સાબરમતી સેન્ટ્રલ જેલના એસપી તરીકે મુકવ્યા છે.

Other News : વડાપ્રધાન મોદીની પરીક્ષા પે ચર્ચા : દેશભરના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તેઓનો ઉત્સાહ વધાર્યો

Related posts

OJAS વેબસાઈટમાં ખામી સર્જાતા તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરાયો : જાણો વિગત

Charotar Sandesh

ગુજરાત યુનિ.ની ઓફલાઇન પરીક્ષા : ઓનલાઇન પરીક્ષા માટે માત્ર ૧૦૦૦ જ રજીસ્ટ્રેશન…

Charotar Sandesh

માત્ર દંડ વધારવાથી માર્ગ અકસ્માતો ઓછા નહિ થાય, માર્ગોની ડિઝાઇનના સુધારા જરૂરી…

Charotar Sandesh