Charotar Sandesh
ગુજરાત

બ્રેકિંગ : નવી ગાઈડલાઈન જાહેર : ૧૦ શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ : ૧ થી ૯ની શાળાઓ ઓફલાઈન બંધ

નવી ગાઈડલાઈન

Gandhinagar : રાજ્યમાં કોરોના કેસો વધી રહ્યા હતા, જેને લઈ રાજ્યમાં કોરોના ગાઈડલાઈનના નિયમો કડક બનાવામાં આવ્યા છે. જેમાં સ્કૂલોમાં પ્રાથમિક શિક્ષણ ફરીથી ઓનલાઈન કરવામાં આવ્યું છે. ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે.

  • આજે ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન જાહેર :
    ધો. ૧ થી ૯ ના ક્લાસ ૩૧ મી સુધી બંધ કરાયા
    શિક્ષણ કાર્ય ઓનલાઈન ચાલુ રહેશે
    ૧૦ શહેરોમાં રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી કર્ફ્યૂ
    દુકાનો રાત્રે ૧૦ સુધી જ ખુલ્લી રાખી શકાશે
    હોટલ,રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ સુધી ચાલુ રાખી શકાશે
    હોટલ, રેસ્ટોરન્ટને ૭૫ ટકા ક્ષમતા સાથે જ મંજૂરી

હાલ ગુજરાતમાં સંક્રમણની ગંભીરતાને જોતા નવી ગાઈડલાઈનમાં રાત્રિ કર્ફ્યૂ હાલનો રાતના ૧૦થી ૬નો રાત્રિ કર્ફ્યૂ કરવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગમાં ૪૦૦ અથવા બંધ હોલમાં ક્ષમતાના ૫૦ ટકા, પરંતુ ૪૦૦થી વધુ નહીં. જ્યારે અંતિમયાત્રામાં ૧૦૦ લોકોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરે માત્ર ૯ વાગ્યા સુધી જ ખુલ્લાં રાખી શકાશે.

આ પહેલાં રાજ્ય સરકારે ૨૫મી ડિસેમ્બરથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ખેડા, નડિયાદ, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે.

Other News : બ્રેકિંગ ન્યુઝ : નવી ગાઈડલાઈન જાહેર : આણંદ-નડીયાદ શહેરમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરાયું, જાણો વિગત

Related posts

રાજ્યમાં આગામી બે દિવસ કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી…

Charotar Sandesh

રાજ્યમાં આજથી ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના : હવામાન વિભાગ

Charotar Sandesh

ગુજરાતના અનેક શહેરોમાં Petrolના ભાવે સેન્ચ્યુરી ફટકાઈ : જાણો તમારા શહેરોમાં આજે નવા રેટ

Charotar Sandesh