Charotar Sandesh
વર્લ્ડ

બ્રિટનમાં કોરોના બાદ નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસોમાં સતત વધારો

વેરિએન્ટ ઓમિક્રોન

બ્રિટન : મહામારી કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. તે વિશ્વના મોટાભાગના દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જોકે, આ વેરિઅન્ટને લઈને દરેક દેશમાં સાવધાની રાખવામાં આવી રહી છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રાદેશિક નિર્દેશકે ચેતવણી આપી છે કે વેરિઅન્ટને ‘હળવા’ તરીકે ગણવો નહીં, કારણ કે તે ઝડપથી ફેલાઈ રહ્યો છે.

કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોન વેરિયન્ટને કારણે વિશ્વમાં ફરી એકવાર ગભરાટ ફેલાયો છે

બ્રિટનમાં તો જાણે કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ કેસ નોંધાઇ રહ્યા છે. ગુરુવારે અહીં ૨૪ કલાકમાં ૮૮ હજાર ૩૭૬ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. બ્રિટિશ આરોગ્ય અધિકારીએ કહ્યું કે આગામી થોડા દિવસોમાં કેસની સંખ્યામાં વધુ વધારો થઈ શકે છે. બુધવાર અને ગુરુવારની વચ્ચે કોરોના વાયરસથી સંક્રમિત ૧૪૬ લોકોના મોત થયા છે. આ દરમિયાન સરકાર બૂસ્ટર ડોઝ પણ ઝડપથી વધારી રહી છે. સમાચાર અનુસાર, બુધવારે ૭૪૫,૧૮૩ લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.

યુકેના અધિકારીઓએ કહ્યું છે કે કોરોનાવાયરસનો ઓમિક્રોન વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, દર બેથી ત્રણ દિવસે કેસની સંખ્યા બમણી થઈ રહી છે. યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સીએ જણાવ્યું હતું કે દેશમાં અન્ય ૧,૬૯૧ ઓમિક્રોન કેસની ઓળખ કરવામાં આવી છે, જેના કારણે કુલ કેસ વધીને ૧૧,૭૦૮ થઈ ગયા છે. જોકે, વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ સંખ્યા ઘણી વધારે હોવાની શક્યતા છે.

ઈંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસરનું કહેવું છે કે શક્ય છે કે આ શિયાળામાં કોવિડ-૧૯થી દરરોજ હોસ્પિટલમાં દાખલ થતા લોકોની સંખ્યા અગાઉની સંખ્યા કરતાં વધી જાય.

જો કે, તેમણે ચેતવણી આપી હતી કે ઓમિક્રોન વેરિઅન્ટ અંગે ભારે અનિશ્ચિતતા હજુ પણ છે. બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જોન્સને ડાઉનિંગ સ્ટ્રીટમાં એક ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન ચેતવણી આપી હતી કે ઓમિક્રોનથી ચેપના કેસ બે દિવસમાં બમણા થઈ રહ્યા છે, પરંતુ તેમણે આશા વ્યક્ત કરી કે કોવિડ-૧૯ રસીના બૂસ્ટર ડોઝ આપવાની ઝુંબેશ તેને રોકવામાં મદદ કરશે.

Other News : વેક્સિન નહીં તો નોકરી નહીં : Googleના કર્મચારી વેક્સિન નહીં લેવા પર નોકરી ગુમાવવી પડશે

Related posts

ખુશખબર : આગામી આ તારીખથી અમેરિકાના દરવાજા ખુલશે બંને ડોઝ લેવાવાળા માટે

Charotar Sandesh

ભલભલા દેશોને ધ્રુજાવતી ઇઝરાયલની આર્મીમાં ગુજરાતી મૂળની દીકરીની પસંદગી

Charotar Sandesh

વિશ્વના કેટલાય દેશોમાં લોકો અકળાયા : લોકડાઉન સામે દેખાવો…

Charotar Sandesh