Charotar Sandesh
ઈન્ડિયા

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ જણાવ્યું : કોરોનાથી મૃત્યુ પામનારને રૂપિયા પ૦ હજારનું વળતર અપાશે

કોરોનાથી મૃત્યુ

ન્યુ દિલ્હી : કોરોના વાઈરસનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને વળતર આપવાની લાંબા સમયથી માગ થઈ રહી હતી. છેવટે સરકારે વળતર આપવા માટે તૈયારી દર્શાવી છે.

જોકે, સરકારે આ સાથે સ્પષ્ટ કર્યું છે કે આ રકમ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. સરકારે કોર્ટને કહ્યું કે વળતરની ચુકવણી ફક્ત અગાઉ થયેલા મોતની ઘટના ઉપરાંત ભવિષ્યમાં આ મહામારીનો ભોગ બની જીવ ગુમાવનારને પણ આપવામાં આવશે.

૩૦ જૂને આપેલા આદેશમાં સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોનાથી થયેલા મોત માટે વળતર આપવાનું કહ્યું હતું. કોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને કહ્યુ હતુ કે તે છ સપ્તાહમાં વળતરની રકમ નક્કી કરી રાજ્યોને જાણ કરે. કોર્ટનું માનવું છે કે આ પ્રકારની આપદામાં લોકોને વળતર આપવું સરકારનું કર્તવ્ય છે. પરંતુ વળતરની રકમ કેટલી હશે, તે નિર્ણય કોર્ટે સરકાર પર છોડી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષના જૂન મહિનામાં દેશમાં કોરોના સંક્રમણને લીધે જીવ ગુમાવનાર લોકોના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયા વળતર આપવાની વિનંતી કરતી એક અરજી અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે આ શક્ય નથી.

Other News : કેન્દ્રનો આદેશ : દરેક રાજ્યોને કોરોનાની ત્રીજી લહેર સામે તૈયારી રાખો

Related posts

આઈપીએલ પછી ચાઈનીઝ વિવો પ્રો-કબડ્ડી લીગ, બિગબોસની સ્પોન્સરશિપમાંથી પણ આઉટ…

Charotar Sandesh

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ વ્યાજદરમાં ૫-૧૦ બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો…

Charotar Sandesh

યકીન હો તો રાસ્તા નીકલતા હૈ, હવા કી ઓટ ભી લેકર ચિરાગ જલતા હૈ : સિતારમન

Charotar Sandesh