Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

ગુજરાતના વાતાવરણમાં પલટો : ૨૨ તાલુકામાં કમોસમી વરસાદ અને ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાયો

કમોસમી વરસાદ

અમદાવાદ : રાજ્યમાં શિયાળાની સીઝનમાં હાડ થિજાવતી ઠંડીને બદલે ઉકળાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને મંગળવારના સાંજના સમયે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદની શરૂઆત થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.

હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેની અસર મંગળવારે બપોર બાદ જ શરૂ થઈ ગઈ હતી અને અનેક જગ્યાએ ઝાપટાં વરસ્યાં હતા. ત્યારે ઉના અને ગીર-ગઢડા પંથકના અમુક વિસ્તારમાં વરસાદ શરૂ થયાના અહેવાલો મળ્યા છે.

આ વરસાદથી શિયાળુ પાક ઉપરાંત આંબાના બગીચાઓમાં વ્યાપક નુકસાન થઈ શકે છે, જેથી ખેડૂતોને પણ આર્થિક ફટકો પડશે. અમરેલીમાં કેટલાંક સ્થાનોએ કમોસમી વરસાદ પડ્યો છે. ગોંડલમાં મોડી રાત્રે ઠંડા પવન સાથે વરસાદી ઝાપટું થયું હતું. માવઠાના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે.

આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામીણ મોસમ વિભાગના ધિમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે મંગળવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જ્યારે બુધવારે દરિયાકાંઠાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રૂપે માવઠું થઇ શકે છે. દરમિયાન ગુરુવારથી વાતાવરણ ચોખ્ખું થઇ જશે.

જોકે ફરી માવઠાને લઇને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. જ્યારે માવઠાને લઇને યાર્ડમાં સોયાબીન, મગફળી અને ધાણાની આવક બંધ કરાઇ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે ૧ ડિસેમ્બર અને આવતીકાલે એમ બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે ૬ વાગ્યે ધીમી ધારે વરસાદી ઝાપટાં પડયાં હતાં. પવન સાથે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક વધી ગઈ હતી.

વરસાદ પડતાં વહેલી સવારે મેદાનમાં LRD ભરતીની પ્રેક્ટિસ માટે દોડવા આવેલા ઉમેદવારો પણ ઠંડીમાં ઠૂંઠવાયા હતા

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ૨૯ મિમી નોંધાયો છે. દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડી રાત્રે મોટે ભાગના વિસ્તારોમાં અમીછાંટણાં પડ્યાં હતાં.

Other News : આગામી બે દિવસ કમોસમી વરસાદની સંભાવનાને ધ્‍યાને લઇ ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેલ દ્વારા જોગ સંદેશ

Related posts

સ્કુલ ચાલુ થતા વાલીઓ દ્વારા કહેવાયું કે, વધુ બે મહિના રાહ જોવામાં કંઈ ખોટું નથી

Charotar Sandesh

રાજ્યસભા ચૂંટણી બાદ ભાજપ સંગઠનમાં મોટા ફેરફારના એંધાણ…

Charotar Sandesh

પેટાચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસનું નવું અભિયાન, ‘ગુજરાત નહીં સાંખે વિશ્વાસઘાત’

Charotar Sandesh