Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

CM ભૂપેન્દ્ર પટેલે બોરસદ તાલુકામાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની સંપૂર્ણ વિગતો મેળવી

બોરસદ તાલુકામાં ભારે વરસાદ

આણંદ જિલ્લા કલેકટર સાથે ટેલિફોનીક વાતચીત કરી શ્રી ભૂપેન્દ્ર પટેલે બચાવ રાહતકાર્ય- માનવ અને પશુ મૃત્યુ સહાય-સ્થળાંતરિત થયેલા લોકોને ભોજન-આરોગ્ય સુરક્ષા વ્યવસ્થા-વીજ પુરવઠો-પાણી પુરવઠાની સ્થિતીનો જાયજો મેળવી જિલ્લા તંત્રને માર્ગદર્શન આપ્યું

જરૂર જણાયે રાજ્ય સરકાર તરફથી NDRF અને SDRF સહિતની મદદ માટે કલેકટર સાથે પરામર્શ કર્યો

Anand : CM ભૂપેન્દ્ર પટેલે મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદ (borsad) તાલુકામાં પાછલા ર૪ કલાકમાં થયેલા ૧ર ઇંચ જેટલા ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીનો સંપૂર્ણ ચિતાર આણંદ જિલ્લા કલેકટર સાથે શનિવારે સવારે ટેલિફોનિક વાતચીત કરીને મેળવ્યો હતો.

CMશ્રીએ આણંદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ખાસ કરીને અતિ ભારે વરસાદગ્રસ્ત સીસવા ગામની સ્થિતી, નીચાણવાળા વિસ્તારોના ગ્રામજનોનું સલામત સ્થળે સ્થળાંતર તેમજ જાન-માલ અને પશુઓની સલામતી અંગેની પણ વિગતો જાણી હતી.

આણંદ જિલ્લાના બોરસદ (borsad)માં અનરાધાર વર્ષા થવાને પરિણામે જે ગામોમાં વીજ પુરવઠાને અસર પહોચી છે ત્યાં સત્વરે પુરવઠો પૂન: પ્રસ્થાપિત કરવાની કામગીરી તથા માર્ગો પર પડી ગયેલાં વૃક્ષો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેની માહિતી મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેકટર શ્રી દક્ષિણી પાસેથી મેળવી હતી.

સીસવા ગામમાં પૂર આવતા અનેક લોકો ઘર વિહોણા થયા છે, જુઓ તસ્વીરો

જિલ્લામાં જરૂરિયાત જણાયે રાજ્ય સરકારના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા વધુ NDRF, SDRF ટિમો મોકલવા સહિતની બધી જ મદદ માટે પણ જિલ્લા કલેકટર સાથે મુખ્યમંત્રીશ્રીએ પરામર્શ કર્યો હતો.

હવામાન વિભાગે આવનારા દિવસોમાં હજુ વધુ વરસાદ પડવાની આગાહી કરી છે તે સંદર્ભમાં પણ જિલ્લા પ્રશાસનને વધુ સતર્ક અને સજ્જ રહેવા મુખ્યમંત્રીશ્રીએ આ ટેલિફોનિક વાતચીતમાં માર્ગદર્શન આપ્યું હતું.

Other News : બોરસદમાં આભ ફાટ્યું : ૧૧.૨૮ ઈંચ વરસાદ ખાબક્યો, ૧ વ્યક્તિનું મોત : ૧૦ થી વધુ પશુઓના મોત

Related posts

પ્રી-મોન્સુન એક્ટીવીટીને કારણે વાતાવરણમાં પલ્ટો : જુઓ હવામાન વિભાગે શું કરી આગાહી ?

Charotar Sandesh

સ્વામિનારાયણ સંપ્રદાયના પાયામાં સાચા સંતોનું યોગદાન છે, સંતો મોક્ષદ્વાર છે : પૂ. જ્ઞાનજીવન સ્વામી

Charotar Sandesh

આણંદ તાલુકાનાં કોરોના સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયો…

Charotar Sandesh