Charotar Sandesh
ગુજરાત

ફિલ્મ નાયકના અનિલ કપૂરની જેમ સીએમ ભૂપેન્દ્ર પટેલ, અરજદાર ઓનલાઈન રજૂઆતો કરી શકે તે માટે પોર્ટલ લોન્ચ, જુઓ

અરજદાર ઓનલાઈન

ગુજરાતના નાગરિકો દ્વારા તાલુકા સ્વાગતમાં ઓનલાઈન રજૂઆતો માટેના પોર્ટલનું લૉન્ચિંગ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હવે ઇ-મેઈલ આઇડી અને મોબાઈલ નંબર સાથે ૨૦૦૦ શબ્દોની મર્યાદામાં પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકાશે

ગાંધીનગર : ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ જુલાઈ મહિનાના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં એક મહત્ત્વનો નિર્ણય લેવામા આવ્યો છે, જેમાં તેમણે નાગરિકો તાલુકા સ્વાગતમાં ઓનલાઈન રજૂઆતો કરી શકે તે માટેના Portal નું લૉન્ચિંગ કરેલ હતું.

આ સાથે ઓનલાઇન એન્ટ્રી બાદ જનરેટ થયેલા નંબરથી અરજદાર અરજીનું Status પણ જાણી શકશે

તત્કાલીન સીએમ અને દેશના વર્તમાન પીએમ મોદીએ ગુજરાતના છેવાડાના માનવીના પ્રશ્નોના સુખદ નિરાકરણ સુધી પહોંચવાના ઉદ્દેશને ચરિતાર્થ કરવા ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ની વર્ષ ૨૦૦૩થી શરૂઆત કરાવેલી છે.

પીએમના નેતૃત્વમાં સુશાસનની બે દાયકાની આ સફળ પહેલને વધુ સુદૃઢ બનાવવા માટે તેમજ નાગરિકોના અવાજને બુલંદ બનાવવાની દિશામાં મુખ્યમંત્રીના હસ્તે લૉન્ચ થયેલું Portal વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે. આજના ટેક્નોલોજીના યુગમાં લોકોના પ્રશ્નોના Online સુખદ નિરાકરણની વાત જન-જન અને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે આ સ્વાગત ઓનલાઈનના Facebook, Twitter, Instagram અને Koo સોશિયલ મીડિયા પેજ શરુ કરવામાં આવ્યા છે, તેનો પણ મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો.

સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વાગતમાં રાજ્યના નાગરિકોની રજૂઆતોના ત્વરિત અને અસરકારક નિરાકરણની સફળ વાતો લોકો સુધી પહોંચે, તે માટે સ્વાગતના આ સોશિયલ મીડિયા પેજ ઉપયોગી બની રહેશે. એટલું જ નહીં, લોકોમાં જાગૃતિ આવે તથા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ થકી સ્થાનિક વહીવટી તંત્ર સાથે જોડાઇને લોકો સમસ્યાનું સુખદ સમાધાન મેળવે તેવા આશયે તાલુકા સ્વાગતમાં રજૂઆતો માટેનું ઓનલાઈન પોર્ટલ પણ ઉપયુક્ત બનશે.

Other News : અમેરીકાના ન્યુજર્સીના જૈન સંઘમાં પ્રથમવાર શ્રી ધર્મચક્ર તપની સામુહિક આરાધના કરાઈ

Related posts

મોરબીમાં મોતનો પુલ : મૃત્યુઆંક ૧૫૦થી વધુ થયો, ઘટનાના ભયાનક સીસીટીવી ફુટેજ આવ્યા સામે, જુઓ

Charotar Sandesh

હવે લર્નિંગ ડ્રાયવિંગ લાયસન્સને પણ કરી શકાશે રીન્યુ…

Charotar Sandesh

તાઉતે વાવાઝોડાની સહાયમાં વિસંગતા મામલે કોંગ્રેસના ધારાસભ્યોનું ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન

Charotar Sandesh