Charotar Sandesh
ગુજરાત

સહકાર ક્ષેત્ર દેશના આર્થિક વિકાસનું ત્રીજુ મોડેલ છે : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ

શ્રી ત્રિભુવનદાસ પટેલ સહકાર ભવન

ગુજકોમાસોલના ગાંધીનગર ખાતે નવનિર્મિત શ્રી ત્રિભુવનદાસ પટેલ સહકાર ભવન નું ઉદ્દઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે કરાયું

ગાંધીનગર : સહકાર ક્ષેત્ર દેશના આર્થિક વિકાસનું ત્રીજુ મોડેલ છે. આ ત્રીજા મોડેલ દેશના વિકાસ માટે ઉપયોગી અને અનુકુળ મોડલ છે. તેને મજબૂત કરી જનજન સુધી તેનો ફાયદો કરાવવો તથા દેશના વડાપ્રધાનશ્રીના સ્વપ્ન ૫ ટ્રીલિયન ડોલર ઇકોનોમિને હાંસલ કરવા ગ્રામીણ ક્ષેત્રને જોડવાનું કામ કરવું ખૂબ જરૂરી છે, તેવું આજરોજ ગાંધીનગર ખાતે નવનિર્મિત ગુજકોમાસોલના શ્રી ત્રિભુવનદાસ પટેલ સહકાર ભવનના ઉદ્દઘાટન સમારંભમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું.

દેશના અર્થતંત્રમાં પાંચ વર્ષમાં સહકાર ક્ષેત્રનું યોગદાન વધારવા આ સરકાર કટિબધ્ધ છે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મોરાજી દેસાઇ અને ઉદેસિંહ ભાણસિંહ જેવા અનેક લોકોએ સહકારની ભાવના આપણામાં આઝાદીના સમયથી પ્રત્યારોપિત કરી છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, સહકારિતાની ભાવના સાથે પ્રોફેશનલિઝમની ભાવનાનું સમન્વય ત્રિભુવનદાસ પટેલે ગુજરાતમાં કરી છે. કોઇપણ સંસ્થાને સ્પર્ધામાં ટકવા માટે સમયઉચિત ફેરફાર કરવા ખૂબ જરૂરી છે. જેથી સહકાર ક્ષેત્રમાં કોમ્પ્યુટરાઇઝેશન અને પ્રોફેશનલ લોકોની ભરતી કરવી પણ ખૂબ જ જરૂરી છે.

સહકાર ક્ષેત્રમાં કોમ્પ્યુટરાઇઝેશન અને પ્રોફેશનલ લોકોની ભરતી કરવી પણ ખૂબ જ જરૂરી

ગુજકોમાસોલના અધ્યક્ષ શ્રી દિલીપભાઇ સંધાણીએ મહાનુભાવોનું સ્વાગત કરી જણાવ્યું હતું કે, ગ્રામ્ય જનજીવનને ધબકતું કરવાનું મુખ્યકાર્ય ગુજકોમાસોલનું છે. છેલ્લા ત્રણ વર્ષના સમયગાળામાં આ સંસ્થાએ તેના ડિવિડન્ટમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. વડાપ્રઘાનશ્રીના સહકાર થી સમૃધ્ધિક્ષેત્રનું સૂત્ર સાર્થક કરવાનું કાર્ય આ સંસ્થા કરી રહી છે.

આ પ્રસંગે કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલ, સહકાર અને ઉધોગ મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઇ ભરવાડ, અમૂલ ડેરીના ચેરમેન શ્રી શામળભાઇ પટેલ, ગુજકોમાસોલના વાઇસ ચેરમેન શ્રી ગોવિંદભાઇ પરમાર સહિત અનેક મહાનુભાવો અને મંડળીઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advocate Mukesh Danak – Mo. 72260 11144

Other News : ભારત-પાક. આંતરરાષ્ટ્રીય સરહદ નડાબેટ ખાતે ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું લોકાર્પણ થયું

Related posts

શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં પરત લાવવા આગામી ૧૫ ફેબ્રુઆરી બાદ નિર્ણયની સંભાવના…

Charotar Sandesh

કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત : ગુજરાતમાં નવા 4251 કેસ સામે 8783 દર્દીઓ ડિસ્ચાર્જ…

Charotar Sandesh

હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે દર વર્ષે યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ કર્યો…

Charotar Sandesh