ગાંધીનગર : રાજ્યમાં દારૂબંધી મુદ્દે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી કે તેમના ભાજપના પ્રદેશ પ્રમુખ બે મોંઢાની વાત કરવા માટે ટેવાયેલા છે. ભાજપને પોતાને ખબર છે કે, એમના નાક નીચે કેટલા દારૂના અડ્ડા ચાલી રહ્યાં છે અને કેટલો દારૂ વેચાય છે.
કોંગ્રેસ નેતાએ વધુમાં જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રીએ પોતે જ પોતાના ભાષણમાં કબૂલ્યું હતું કે, આજથી ૨૫ વર્ષ પહેલા ગુજરાતમાં ભ્રષ્ટાચાર નહતો ચાલતો, પરંતુ આજે ભ્રષ્ટાચાર વધ્યો છે. આ ભ્રષ્ટાચાર વધવા મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ ખબર છે અને તેઓ પોતે પણ એ માટે જવાબદાર છે.
ગુજરાતમાં જે દારૂના અડ્ડાઓ ચાલે છે, તેમાં મળતિયા તરીકે ભાજપના કાર્યકર્તાઓ કમિશન ખાય છે અને દલાલી કરીને ભ્રષ્ટાચાર આચરે છે
હકીકતમાં ગત સપ્તાહે કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે ગુજરાતમાં દારૂબંધી અંગે કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે, પરંતુ સૌ કોઈ જાણે છે કે, અહીં ગેરકાયદેસર રીતે અઢળક દારૂ વેચાય છે. એવામાં માત્ર કાયદો બનાવી લેવાથી નશાની સમસ્યાનો અંત નહીં આવી જાય. આ મુદ્દે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની મહિલાઓ સુરક્ષા અનુભવે તે માટે રાજ્યમાં દારૂબંધી હોવી જરૂરી છે. દારૂબંધીના કારણે ગુજરાત સરકારને કરોડો રૂપિયાની ટેક્સ રૂપી ખોટ થઈ રહી છે.
મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારને કરોડો રૂપિયાની ખોટ પણ મંજૂર છે.ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો અમલ માત્ર કાગળ પર જ થતો હોય, તેમ ખુલ્લેઆમ દારૂના વેચાણ તેમજ દારૂની મહેફિલો માણતા નબીરાઓ છાશવારે ઝડપાય છે. સરકાર ભલે દારૂબંધીના કાયદાનો કડક અમલ થતો હોવાનો દાવો કરતી હોય, પરંતુ રાજ્યમાં બેરોકટોક દારૂની રેલમછેલ થઈ રહી છે. આ મામલે વિપક્ષ કોંગ્રેસ સતત સરકારને ઘેરતી રહી છે, ત્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ રાજ્યમાં દારૂબંધી મુદ્દે મોટું નિવેદન આપ્યુ છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ ગુજરાતમાં દારૂબંધી મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી.
Other News : ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૧૧ ટકાનો વધારો