Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના મૃતક પરિવારજનોને ૪ લાખનું વળતર માટે કોંગ્રેસની પદયાત્રા યોજાઈ

કોરોના મૃતક પરિવારજનો

નવીદિલ્હી : દેશમાં પહેલી અને બીજી લહેરમાં કોરોનાકાળ દરમ્યાન કોવિડ મૃતકના પરિજનોને ચાર લાખ વળતર અપાવવા માટે કોંગ્રેસ પક્ષે ૪૫ હજારથી વધુ ફોર્મ ભરાવીને ભાજપના જુઠ્ઠાણાને લોકો સમક્ષ ખુલ્લું પાડયું છે. રાજ્યના આઠ મહાનગરો અને ૩૩ જિલ્લા મથકોએ મૃતકના પરિવારજનોને સાથે રાખીને ન્યાય પદ યાત્રા કરી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી સહાય કરવા માટેની પ્રક્રિયામાં થતી અનેક મુશ્કેલી અંગે રજૂઆતો કરાશે, સાથે જ ચાર લાખ વળતરની માગણી કરવામાં આવશે.

રાજ્યભરમાં વારંવાર અનેક ઉત્સવો અને વિવિધ તાયફાઓ પાછળ સરકાર કરોડોનો ખર્ચ કરે છે પરંતુ મૃતકના પરિવારજનોને વળતર માટે ચાર લાખ આપવાનો નિર્ણય જાહેર કરતી નથી

તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે ભાજપ સરકારની ફટકાર લગાવતાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, હતું કે, કોરોના મૃતક પરિવારજનોને અપાતું વળતર એ કોઈ ઉપકાર નથી.

ગુજરાતમાં સહાય માટે આવેલી અરજીનો આંકડો એક લાખને પાર થઈ ગયો છે, સ્વજનોને સરકારી કચેરીએ વારંવાર ધક્કા ખાવા પડે છે, ડેથ સર્ટિમાં મૃત્યુના કારણની ખોટી નોંધ સહિતના જુદા જુદા કારણે સહાયમાં વિલંબ થઈ રહ્યો છે, આ સદંતર ગેરવાજબી અને અન્યાયી બાબત છે, જેને ચલાવી શકાય નહિ.

પહેલી અને બીજી લહેરમાં કોરોનામાં જીવ ગુમાવનારા નાગરિકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય મળે તેવી માગણી સાથે સાતમી આજે ગુજરાત કોંગ્રેસ રાજ્યના આઠ શહેરો અને ૩૩ જિલ્લા મથકોએ મૃતકોના વારસોને સાથે રાખીને ન્યાય પદયાત્રા યોજશે. અમદાવાદ શહેરમાં સવારે ૧૦.૩૦ કલાકે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવશે. તથા કોંગ્રેસે દાવો કર્યો છે કે, ગુજરાતમાં કોરોના મહામારીમાં ભાજપ સરકારની ગુનાઈત બેદરકારી અને અણઘડ વહીવટના કારણે ત્રણ લાખ કરતા વધુ નાગરિકોએ જીવ ગુમાવવો પડયો છે.

Other News : AIMIM નેતા ઓવૈસી પર હુમલા મામલે અમિત શાહે કહ્યું : સુરક્ષા લઈ લો, અમારી ચિંતા ઓછી કરો

Related posts

ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર ઓનલાઇન લીક

Charotar Sandesh

ખેડૂતોની ટ્રેક્ટર રેલીને મળી લેખિત પરવાનગી, પોલીસને એલર્ટ રહેવા આદેશ…

Charotar Sandesh

ક્રૂડના ભાવ આઠ મહિનાના તળિયે જતાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થાય તેવી શક્યતા, જુઓ વિગત

Charotar Sandesh