આણંદ : જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લાની વિસ્તૃત કારોબારી સમિતિ બેઠક યોજવામાં આવી હતી અને ત્યારબાદ મોંઘવારી વિરુદ્ધ આંદોલન રેલી યોજવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારને આડે હાથે લેતા તેઓએ જણાવ્યું હતું કે, આ જૂઠું બોલવાની ટેવ વાળી સરકાર છે. તેમને વહીવટ આવડતો નથી. ભારતીય પ્રજા કુદરતી આફત, કોરોના કહેર, લોકડાઉન, બેરોજગારી, મોંઘવરીથી ઘેરાઈ ગઈ છે. માધ્યમ વર્ગ કારમી મોંઘવારીની પરિસ્થિતિમાં પીસાઈ રહ્યો છે. વ્યાપારી,નોકરિયાત અને ગરીબ વર્ગ જીવનની રોજીંદી પરેશાનીઓથી ત્રસ્તથી ઉઠ્યો છે. પીએમ કેર ફંડમાં અબજો રૂપિયા પડી રહ્યા છે, પરંતુ પ્રજા ઉપર આવેલી આ વિકટ અને મોટી આફતોમાં પણ લોકોને વેક્સિન અને દવાઓ મળે તે માટે તે રકમ વપરાતી નથી.
કોંગ્રેસની વિસ્તુત કારોબારી મીંટીંગમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર, જિલ્લા, શહેર અને તાલુકાના પ્રમુખ સહિત અગ્રણી જિલ્લાના કોંગી આગેવાનો હાજર રહ્યા હતા.
Related News : વડોદરામાં પેટ્રોલ-ડિઝલ અને મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસનું હલ્લાબોલ