Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ નગરપાલિકા વિસ્‍તારમાં આવેલ ખેતીવાડી કવાટર્સના ચાર મકાનોને Containment Area જાહેર

નિયંત્રિત વિસ્‍તાર

બંગાળથી આવેલા પરિવારના સભ્યોમાં બેને કોરોના

આણંદ : કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના ઝડપી સંક્રમણને ધ્‍યાનમાં લઇ તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્‍થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે આણંદના જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ શ્રી મનોજ દક્ષિણીએ  તેમને મળેલ સત્તાની રૂઇએ ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ, ૧૮૯૭ની કલમ-ર અને નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટ-૨૦૦૫ની કલમ-૩૦ થી ૩૪ હેઠળ વાયરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લેતા લોકોની સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે આણંદ નગરપાલિકા હદ વિસ્‍તારમાં આણંદ ઝાયડસ હોસ્‍પિટલ પાસે આવેલ ખેતીવાડી કવાટર્સના મકાન નં. ૯-૧૦-૧૧ અને ૧૨ એમ ચાર મકાનોના  વિસ્‍તારને તાત્‍કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તા. ૩/૧૨/૨૦૨૧ સુધી નિયંત્રિત વિસ્‍તાર (Containment Area) તરીકે જાહેર કર્યો છે.

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા  દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે. જેને અનુલક્ષીને કેન્‍દ્ર–રાજય સરકાર દ્વારા સમયાંતરે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે. આ વિસ્‍તારમાં માત્ર આવશ્‍યક સેવાઓ જ ચાલુ રાખી શકાશે તેમજ સરકારની વખતોવખતની તમામ સુચનાઓની પાલન કરવાનું રહેશે. જયારે સરકારી ફરજ પરની વ્‍યકિતઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકશે.

આ હુકમનો ભંગ કરનાર વ્‍યકિત નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે

આ હુકમ અન્‍વયે આણંદ જિલ્‍લામાં ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી  પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્‍ધ  આઇ.પી.સી. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્‍યા છે.

Other News : ઉત્તરાખંડમાં ૧૦ હજાર મિટરની ઉંચાઈ પર ટ્રેકિંગ કરીને આણંદના ૧૦ વર્ષીય શ્રીલ શેઠે રેકોર્ડ સર્જ્યો

Related posts

આણંદ : આઈસોલેશન વોર્ડમાંથી ફરાર થઈ ગયેલો કોરોના પોઝિટિવ આરોપી મુંબઈથી ઝડપાયો

Charotar Sandesh

ડાકોર મંદિરના ભોજનાલયનો કોન્ટ્રાક્ટર વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયો…

Charotar Sandesh

ખેડા દૂધ ઉત્પાદક સંઘ વિવાદ : ૨૩ ઓક્ટોબરે મતદાન માટે હાઈકોર્ટે આપી છૂટ…

Charotar Sandesh