Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ઈસણાવ ગ્રામ પંચાયત તાબામાં ઠેર-ઠેર ગેરકાયદે દબાણ ! તાલુકા-જિલ્લા પંચાયતના આંખ આડા કાન

ઈસણાવ

ઈસણાવ ખાતે ગેરકાયદે દબાણ-બાંધકામ સાથે દેશી દારૂની બદી ખુલ્લેઆમ પોલીસની ભૂમિકા પર અંગુલી નિર્દેશ !

આણંદ : પંચાયતી રાજ સાથે ગ્રામ પંચાયતને સીધા સરકાર દ્વારા વિકાસાર્થે ગ્રાન્ટ ફળવાતી હોવાના પગલે ગ્રામ પંચાયતના સરપંચની આપખુદશાહી વકરવા પામતી હોય તેમ સોજીત્રા તાલુકાના ઈસણાવ ગામમાં ઠેરઠેર ગેરકાયદે દબાણ તથા બાંધકામ છતાં તાલુકા, જિલ્લા પંચાયતના આંખ આડા કાન ના કારણે મલાઈ વહીવટના ખેલ રચાતા હોવાની આશંકા છે. નવાઈની વાત એ છે કે કોઈ જાગૃત નાગરિક નેતા ને રજુઆત કરવા જાય ત્યારે મતોના ખેલના કારણે નેતાને દ્વારા પણ ચૂપકીદી સેવવામાં આવતાં ગ્રામ સ્તરે સેવાવિકાસ કમ સ્વ વિકાસ વકરી રહ્યાની લાગણી વ્યક્ત કરવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર, આ મુદ્દે જાગૃત નાગરિક દ્વારા તાલુકા કે જિલ્લા પંચાયત સુધી રજૂઆત કરવામાં આવે તો તંત્ર દ્વારા આખ આડા કાન કરવામાં આવવા પાછળ કારણ શું ? જો માર્ગ પરની લારી લેન્ડ ગ્રેબીંગ ના ડાયરામાં આવતી હોય તો ગ્રામ પંચાયત વિસ્તાર ગામમાં કરવામાં આવતા ગેરકાયદે દબાણ તથા બાંધકામ કયા એક્ટ હેઠળ આવે ? ના સવાલ સ્થાનિક સ્થરે ઉઠવા પામ્યાનું જાણવા મળેલ છે.

વધુમાં ગેરકાયદે દબાણ તથા બાંધકામ વકરી રહ્યા છતાં તંત્રના આંખ આડા કાન સાથે પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ હોય તેમ બેરોકટોક ખુલ્લેઆમ દેશી દારૂના થતાં વેચાણ તથા નશો કર્યા બાદ પોટલી શાળા મેદાન કે મંદિર સ્થળ પાસે નાખવામાં આવતી હોય છતાં પોલીસ દ્વારા કાર્યવાહી ન કરાતાં તેમની પાછળ રહસ્ય શું ?

બીજીબાજુ જો રાજકીય નેતા સમક્ષ રજૂઆત કરવામાં આવે તો મતોના રાજકારણ ના પગલે ચૂપકીદી સેવવામાં આવતી હોવાનું જાણવા મળેલ છે. સહુથી અગત્યનું એ છે કે ગ્રામ્ય વિસ્તારમાં ગોચર જમીન હોય તે સ્થળે પણ દબાણ બાંધકામ કરવામાં આવતું હોય તો જવાબદાર કોણ ? જો ઈસણાવ ગામ ખાતે વકરેલ ગેરકાયદે દબાણ તથા બાંધકામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવે તો સરપંચથી લઈ તલાટી સહિત નેતાઓના પગ નીચે રેલો આવવાની શક્યતા જોવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.

Other News : આણંદ નગરપાલિકા વિસ્‍તારમાં આવેલ ખેતીવાડી કવાટર્સના ચાર મકાનોને Containment Area જાહેર

Related posts

વાસદ ટોલનાકા પર ફાસ્ટ ટેગ વગરના આવાગમન કરતા વાહનો માટે એક જ માર્ગ કરતાં ટ્રાફિક જામ…

Charotar Sandesh

કોરોનાનો કહેર યથાવત : આણંદ શહેરમાં ૬ સહિત જિલ્લામાં વધુ ૧૦ કેસો પોઝીટીવ નોંધાયા…

Charotar Sandesh

એક્સપ્રેસ હાઈવે પર આવેલા નડીઆદ નજીક બે કારો વચ્ચે અકસ્માત : ૧નું મોત, ૫ને ઈજા

Charotar Sandesh