Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો : આજે ૨૨૬૫ કેસ થઇ જતા હાહાકાર, ૨૮ જિલ્લામાં કોરોનાનો ફૂંફાડો

કોરોનાના કેસો

અમદાવાદ : કોરોનાના કેસો વધતાં ત્રીજી લહેર આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે, કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના ૨૨૬૨ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨૪૦ દર્દીઓ સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ ૮,૧૯,૨૮૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ૯૭.૮૫ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણના મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.

રાજ્યમાં ૮,૭૩,૪૫૭ કુલ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા

અત્યાર સુધી કુલ ૮,૧૯,૨૮૭ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. ૧૦૧૨૫ નાગરિકો કોરોનાને કારણે મૃત્યુ પામી ચુક્યા છે. આજે કોરોનાને કારણે ૨ નાગરિકોનાં મોત થયા છે. એક અરવલ્લીમાં જ્યારે એક નાગરિકનું નવસારીમાં મોત થયું છે.

Other News : અરે વાહ, ગુજરાતમાં પહેલા દિવસે જ કુલ ૫.૫૦ લાખ તરૂણોને વેક્સિન અપાઈ

Related posts

ગુજરાતના કચ્છના સસ્પેન્ડ કરાયેલા ૩ પોલીસ કર્મીઓની વહારે રવિના ટંડન આવી

Charotar Sandesh

કોરોના કેસ વધતા અમદાવાદમાં આજથી રાત્રે ૯થી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર…

Charotar Sandesh

‘ઓઢણી ઓઢું-ઓઢુંને ઉડી જાય’ નહીં, રેઈનકોટ પહેરી-પહેરીને કરીશું ગરબા…!

Charotar Sandesh