Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં કોરોનાની ગતિ ધીમી પડી : આજે નવા માત્ર ૧૯ કેસ નોંધાયા, ૪૮ દર્દી ડિસ્ચાર્જ થયા

આણંદ જિલ્લામાં કોરોના

આણંદ : જિલ્લા સહિત ચરોતરમાં કોરોનાની ગતિ એકદમ ઘટવા પામી છે, ત્યારે લોકોએ રાહત અનુભવી છે. આજે નવા માત્ર ૧૯ નોંધાયા છે. જિલ્લામાં નોંધાયેલા કોરોનાના એક્ટિવ કેસ ૨૩૪ થયા છે.આજે ૫૦૯૩ નાગરિકોનું રસીકરણ કરાયું હતું.

આણંદ તાલુકામાં સૌથી વધુ ૭ દર્દી નવા નોંધાયા છે.જ્યારે બોરસદમાં ૪, પેટલાદમાં ૪, અંકલાવમાં ૨ અને ઉમરેઠમાં ૨ જ્યારે, સોજીત્રા, ખંભાત અને તારાપુરમાં શૂન્ય કેસ નોંધાયા છે.

દૈનિક સંક્રમિતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જણાઈ રહ્યો છે

જિલ્લામાં અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો ૧૫૩૦૦ સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી ૧૫૦૧૪ ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.હાલ ૧૪ દર્દી કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.જ્યારે પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ૨ તેમજ ૧૫ અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.

તો બીજી તરફ ૨૦૩ સંક્રમિતોને હોમઆઈસોલેશનમાં સારવાર અપાઈ રહી છે.

Other News : કાયદા-વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ : સુરતમાં યુવતીની જાહેરમાં હત્યા મામલે અમિત ચાવડાનું નિવેદન

Related posts

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું : ૩ ગામોમાં સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર…

Charotar Sandesh

કતલ થવાની તૈયારીમાંથી ત્રણ વાછરડાને જીવતા બચાવી એક આરોપીને પકડતી આણંદ રૂરલ પોલીસ

Charotar Sandesh

USA : અમેરિકામાં વધુ એક ગુજરાતીની લૂંટના ઈરાદે હત્યા : આણંદના યુવકની ગોળી મારી હત્યા

Charotar Sandesh