Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં રવિવારે વેપારીઓને કોરોના વેક્સિન અપાશે : ના.મુખ્યમંત્રીની જાહેરાત

નીતિન પટેલે
પેટ્રોલ-ડિઝલ પર રાહત મળવાની હાલમાં કોઇ શક્યતા નથી
શાળાઓ ખોલવા મુદ્દે સરકારે ગંભીરતાપૂર્વક ચર્ચા કરી છે, રવિવારે ૧૮૦૦ સેન્ટરો ઉપર વેક્સિન આપવામાં આવશે

ગાંધીનગર : આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાની સ્થિતિ અને ધોરણ ૯ થી ૧૧ ના શાળા શરૂ કરવા માટે અંગે અનેક ચર્ચાઓ કરાઈ હતી. ત્યારે કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકારે ભારત સરકારને વિનંતી કરી છે. જેના કારણે વધારાનો ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં દરરોજના ત્રણથી ચાર લાખ નાગરિકોને ડોઝ આપવામાં આવી રહી છે.

આજે કેબિનેટમાં ખાસ કિસ્સા તરીકે નિર્ણય કર્યો છે કે, રવિવારે વેપારીઓ અને કર્મચારીઓએ ૩૧ તારીખ પહેલાં વેક્સિન લેવાની રહેશે. માર્કેટયાર્ડ, દુકાનો, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર સહિતના વેપારીઓને અને કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. તમામ વાણિજ્ય હેતુથી ચાલતા વેપાર ધંધાનો સમાવેશ કરાયો છે. રમત-ગમતમાં ભાગ લેનારા ખેલાડીઓ, સિનેમા ગૃહો, હોટલ, સ્વીમિંગ પુલમાં કામ કરતા કર્મચારીઓને, ખાનગી ક્ષેત્રમાં ધંધાકીય હેતુ કાર્યરત છે તેવા તમામને વેક્સિનેશન મેળવવું જરૂરી છે. આ રવિવારે આ વર્ગના કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. ૧૮૦૦ સેન્ટરો ઉપર વેક્સિન આપવામાં આવશે.

શાળાઓ શરૂ કરવાના મુદ્દે નીતિન પટેલે કહ્યુ કે, સરકારી શાળાઓ ધોરણ ૯, ૧૦ અને ૧૧ ના વર્ગો શરૂ કરવા માટે વાલીઓ તરફથી, શાળા સંચાલકો તરફથી અને શિક્ષણ આલમમાં તરફથી પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો આવી રહી છે.

તો બીજી તરફ ભારત સરકારના મોંઘવારી ભથ્થુ આપવા મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનરોને લાભ આપવાનો થતો હોય છે તે માટે રાજ્ય સરકાર કાર્યરત રહી છે. કેન્દ્ર સરકારે વધારો કર્યો છે તે પ્રકારે ગુજરાત સરકારના પણ રાજ્ય સરકારના કર્મચારીઓને મોઘવારી ભથ્થાનો લાભ આપવા નાણાં વિભાગ સક્રિય વિચારણા કરી રહ્યું છે. તો પેટ્રોલ ડીઝલના ભાવ વિશે તેમણે કહ્યુ કે, પેટ્રોલ-ડીઝલ ઉપર ઓછામાં ઓછો વેટ લેનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. બીજા કોઈ રાજ્ય વિચારણા કરશે ત્યારે રાજ્ય સરકાર પણ વિચારણા કરશે. આખા દેશમાં પેટ્રોલ-ડીઝલ ઉપરનો પરનો જે ટેક્સ છે તે ગુજરાતમાં સૌથી ઓછો છે. પેટ્રોલ-ડીઝલ પર ના પરના ઘટાડા સંદર્ભમાં આ નિવેદન છે.

Other News : મુખ્યમંત્રી રૂપાણીએ દ્વારકાધીશના દર્શન કરી શીખર પર ધજા ચડાવી

Related posts

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વિધાનસભામાં લવ જેહાદ કાયદાનું બિલ રજૂ કર્યું…

Charotar Sandesh

માર્ક વધારવા મેડીકલ કોલેજના ક્લાર્કે રૂ.૨.૫૦ લાખની લાંચ માંગી, ગુનો દાખલ…

Charotar Sandesh

સીએએ પર વિપક્ષના જુઠ્ઠાણાએ દેશમાં અરાજકતાનો માહોલ બનાવી દીધો છે : અમિત શાહ

Charotar Sandesh