Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

‘કોરોનામુક્ત ગામ’ મહાઅભિયાન : આણંદ રૂટ્‌સ ફાઉન્ડેશન દ્વારા નાવલી ગામને દત્તક લેવાયું

Navli Gam Villege Programme

આણંદ : રૂટ્‌સ ફાઉન્ડેશન દ્વારા જિલ્લાના નાવલી ગામને દત્તક લઈને સંપૂર્ણ ગામને કોરોના મુક્ત કરવાના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની યોજનામાં સહભાગી થઈ તા. ૦૪-૦૭-૨૦૨૧ થી તા. ૧૧-૦૭-૨૦૨૧ દરમ્યાન કાર્યક્રમો યોજવાનું શરૂ કરેલ છે, આ કાર્યક્રમને સફળ બનાવવા ગામના વતનીઓ જરૂરી સહકાર અપાઈ રહ્યો છે.

રૂટસ ફાઉન્ડેશન દ્વારા ગ્રામજનો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ તથા માસ્ક વિતરણ અને નાના કુપોષિત બાળકોને તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવાના શુભ આશયથી પ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્યું

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સંવેદનશીલતાની આગેવાનીથી મારું ગામ કોરોના મુક્ત ગામ મહાઅભિયાન અંતગર્ત રૂટસ ફાઉન્ડશન આણંદ દ્વારા રવિવારના રોજ આણંદ તાલુકાના નાવલી ગામને દતક લેવામાં આયું હતું અને સંપૂર્ણ ગામને કોરોના મુક્ત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. તારીખ ૪-૭-ર૦ર૧ રવિવારના રોજથી નાવલી ગામમાં સાત દિવસ ચાલનાર આ અભિયાનનો પાટીદાર વાડી નાવલી ખાતે શુભારંભ થયો હતો.

Navli Gam Villege Programme1

આ શુભ પ્રસંગે રૂટસ ફાઉન્ડેશનના પ્રમુખ તનુંજભાઈ પટલલ ઉપપ્રમુખ પ્રમિતભાઈ શેઠ, મહામંત્રી રિતેશ પટલ (શંભુભાઈ) ગાના, કોડીર્નેટર રાકેશ પટેલ, પંકજ પારેખ, અરિવંદભાઈ મુખી ગાના, મિત્ર મંડળ નાવલી પરિવાર મંત્રી અશોકભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, પાટીદાર ધર્માદા ટ્રસ્ટ નરેન્દ્રભાઇ પટેલ, નાવલી દૂધ ઊ.સ.મંડળી. લી. નાવલી ગીરીશભાઈ પટેલ, રાષ્ટ્રી સ્વયં સેવક સંઘ નાવલી અનિલ પટેલ (ટીનાભાઈ), સજય પટેલ (યોગી), સુભાષ નીલ, ડૉ. મિશ્રા, ડૉ. હીરાની સાહબ, ચિરાગ પરમાર, યોગેશ પટેલ, અલ્પેશ પટેલ, એ.પી.એમ.સી. ડિરેકટર મહેન્દ્રભાઈ પટેલ સૌ આગેવાનો તથા સંસ્થા દ્વારા આ કાર્યક્રમની મહેમાનો તથા વડીલોના સ્વાગત દ્વારા શરૂ કરવામાં આવી.

આ કાર્યક્રમનું સંચાલન યુવા ઉત્સાહી સમાજસેવક પ્રિતેશ પટેલ, નાવલી દ્વારા કરાયું અને વડીલો તથા ગ્રામજનોના સહકારથી આ અભિયાનની સફળતાપૂર્વક શરૂઆત કરવામાં આવી હતી

રૂટસ ફાઉન્ડેશન દ્વારા ગ્રામજનો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ તથા માસ્ક વિતરણ અને નાના કુપોષિત બાળકોને તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવાના શુભ આશયથી પ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. રૂટસ ફાઉન્ડેશનના મહામંત્રી રિતેશ પટલ (શંભુભાઈ), દ્વારા આ અભિયાન દરિમયાન ગામના પ્રજાજનોને મળનાર સેવા જેવી કે, નિઃશુલ્ક મેડીકલ ચેકઅપ તથા દવાની માહિતી આપી હતી અને પ્રજાજનો, વડીલો તથા સ્વયં સેવક દ્વારા અભિયાન ને કઈ રીતે સાકાર કરવું તેની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ગામના વડીલો બહેનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન યુવા ઉત્સાહી સમાજસેવક પ્રિતેશ પટેલ, નાવલી દ્વારા કરાયું અને વડીલો તથા ગ્રામજનોના સહકારથી આ અભિયાનની સફળતાપૂર્વક શરૂઆત કરવામાં આવી હતી.

  • Jignesh Patel, Anand

Other News : કોરોના મહામારીમાં નિરાધાર બનેલા બાળકોની પડખે આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ

Related posts

કોરોના મહામારીમાં નિરાધાર બનેલા બાળકોની પડખે આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ

Charotar Sandesh

૨૫૦ પેટી વિદેશી દારૂ સહિત કુલ ૧૭.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરતી સ્ટેટ મોનિટરીંગ સેલ…

Charotar Sandesh

બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે ૭૪માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી…

Charotar Sandesh