Charotar Sandesh
ગુજરાત

કોરોના કેસ ફરી વધ્યા ! ગુજરાતના આ શહેરોમાં જોવા મળ્યા કેસો

કોરોના કેસ ગુજરાત

અમદાવાદ : અમદાવાદ-સુરતમાંથી સૌથી વધુ ૫, વડોદરામાંથી ૩, ભાવનગર-વલસાડમાંથી ૨ જ્યારે અમરેલી-ગીર સોમનાથ-જામનગર-પોરબંદર-રાજકોટમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. સળંગ ૧૨માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નહોતું. રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૮,૨૫,૬૭૭ જ્યારે કોરોનાથી કુલ મરણાંક ૧૦,૦૮૨ છે. વધુ ૨૩ દર્દી કોરોનાથી સાજા થયા છે.

અત્યાર સુધી કુલ ૮,૧૫,૪૪૬ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૬% છે

રાજ્યમાં હાલ ૧૪૯ એક્ટિવ કેસ છે અને ૬ દર્દી વેન્ટિલેટર પર છે. વડોદરામાં ૩૬, સુરતમાં ૩૩, અમદાવાદમાંથી ૨૯, રાજકોટમાં ૧૦ એક્ટિવ કેસ છે. વધુ ૬૪૪૪૮ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક હવે ૨.૮૪ કરોડ છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૨ નવા કેસ નોંધાયા છે. આમ, એક જ દિવસમાં કોરોનાના દૈનિક કેસમાં ૫૦%નો વધારો થયો છે. બુધવારે કોરોનાના ૧૫ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ૧૮ ઓગસ્ટ બાદ ગુજરાતમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ છે.

Other News : રેકોર્ડ : વડાપ્રધાન મોદીના જન્મદિવસે વેક્સિનેશનના બધા રેકોર્ડ ટૂટ્યા

Related posts

વધતાં સંક્રમણ વચ્ચે ગુજરાતની એસટી બસો સુપર સ્પેડર બને તો નવાઈ નહીં…

Charotar Sandesh

વડોદરામાં બાબા રામદેવનો વેશ ધારણ કરી મોંઘવારીના વિરોધમાં સાયકલ યાત્રા કાઢી…

Charotar Sandesh

રાજ્યમાં ‘ગુજકોક’ હેઠળ નોંધાયો પહેલો ગુનોઃ વિશાલ ગોસ્વામીની ગેંગના ચાર શખ્સ ઝડપાયા…

Charotar Sandesh