Charotar Sandesh
ઈન્ડિયા

કર્ણાટકમાં કોરોનાનો કહેર વધ્યો : એક જ સ્કૂલમાં ૩૨ વિદ્યાર્થી પોઝિટિવ

કર્ણાટકમાં કોરોના

કોરોનામાં સ્કુલો ખોલવાનું પરિણામ

નવી દિલ્હી : કર્ણાટકના કોડગૂના મદિકેરીમાં જવાહર નવોદય વિદ્યાલયમાં ૨૭૦માંથી ૩૩ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. જોકે, આ વિદ્યાર્થીઓમાંથી કોઈનામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નહોતા. છતાં બધા જ વિદ્યાર્થીઓને આઈસોલેટ કરાયા છે. જોકે, સ્કૂલ તંત્રનું કહેવું છે કે વિદ્યાર્થીઓએ ગભરાવાની જરૂર નથી. હવે સ્કૂલના કર્મચારીઓના પણ કોરોના ટેસ્ટ કરાઈ રહ્યા છે. અગાઉ સપ્ટેમ્બરમાં પણ કર્ણાટકની એક કોલેજ કોરોના હોટસ્પોટ બની હતી.

દેશમાં ગુરુવારે કોરોનાના નવા ૧૬,૧૫૬ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસની સંખ્યા વધીને ૩,૪૨,૩૧,૮૦૯ થઈ છે જ્યારે એક્ટિવ કેસ ઘટીને ૧,૬૦,૯૮૯ થયા છે, જે ૨૪૩ દિવસમાં સૌથી ઓછા છે. કોરોનાથી વધુ ૭૩૩નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૪,૫૬,૩૮૬ નોંધાયો છે.

જોકે, ગુરુવારે નોંધાયેલા ૭૩૩માંથી ૬૨૨ મોત કેરળમાં નોંધાયા હતા. કેરળમાં ૬૨૨માંથી ૯૩ મોત છેલ્લા કેટલાક દિવસમાં થયા હતા જ્યારે કોરોનાના ૩૩૦ દર્દીઓના મોતની અપૂરતા દસ્તાવેજોના કારણે ગયા વર્ષે ૧૮મી જૂન પછીથી પુષ્ટી થઈ નહોતી. વધુમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશો પછી કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકાના આધારે મળેલી અરજીઓના પગલે ૧૯૯ લોકોના મોતને કોરોનાથી મોત થયા હોવાનું ગણાવાયું છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસમાં ૧,૬૭૨ ઘટયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૩,૩૬,૧૪,૪૩૪ દર્દીઓ સાજા થયા છે. દેશમાં ગુરુવારે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનના ભાગરૂપે કુલ ૧૦૪.૦૪ કરોડથી વધુ ડોઝ અપાયા છે. દરમિયાન કેન્દ્ર સરકારે કોરોના કન્ટેનમેન્ટ ઝોન સંબંધિત રાષ્ટ્રવ્યાપી માર્ગદર્શિકા ૩૦મી નવેમ્બર સુધી લંબાવી છે. કેટલાક રાજ્યોમાં સ્થાનિક સ્તરે કોરોનાના કેસ વધ્યા છે અને કોરોના મહામારી હજુ પણ જાહેર સ્વાસ્થ્ય માટે પડકારજનક છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણઆવ્યું હતું કે કોરોનાનો પ્રસાર રોકવા માટે હાલમાં લાગુ પ્રોટોકોલ ૩૦મી નવેમ્બર સુધી લંબાવાયો છે.દેશમાં કોરોનાની સ્થિતિ એકંદરે નિયંત્રણ હેઠળ આવતાં અનેક રાજ્યોમાં સ્કૂલો ખૂલવા લાગી છે.

Other News : Vaccine : કોરોના સામેના જંગમાં આગામી મહિનાથી ઘરે-ઘરે જઈને અપાશે વેક્સિન

Related posts

મૂડીઝે ભારતનો જીડીપી ગ્રોથ ઘટાડી ૫.૩ ટકા કર્યો…

Charotar Sandesh

મોદી સરકારને ઝટકો : જુલાઇમાં જીએસટી કલેક્શન ઘટી ૮૭,૪૨૨ કરોડે પહોંચ્યુ…

Charotar Sandesh

મોદી હૈ તો મુમકીન હૈ : મોંઘવારી રેકોર્ડ બ્રેક સ્તરે…

Charotar Sandesh