Charotar Sandesh
ગુજરાત

૧ એપ્રિલે પસાર કરાયેલ રખડતા ઢોર નિયંત્રણ વિધેયક મુદ્દે સી.આર.પાટીલનું મોટું નિવેદન

રખડતા ઢોર નિયંત્રણ વિધેયક

આણંદ સહિત રાજ્યના ઘણા જીલ્લાઓમાં માલધારી સમાજ દ્વારા લાયસન્સના કાયદાનો વિરોધ કરી આવેદનપત્ર અપાયું

ગાંધીનગર : ગત ૧મી એપ્રિલે રખડતા ઢોર નિયંત્રણ વિધેયક પસાર કરવામાં આવેલ, જેમાં વિધેયક કાયદો બને તો માલધારી-રબારી અને પશુપાલકોને ગાય-ઢોરો રાખવા પર લાઈસન્સ લેવું જરૂરી બનશે, જો લાયસન્સ ન લેનાર માલધારી લોકોને પેનલ્ટી ભરવી પડશે અને ફરિયાદ પણ નોંધાઈ શકે છે. જે મુદ્દે ગુજરાતના ઘણા શહેરોમાં માલધારી સમાજ દ્વારા વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને વિનંતી કરૂ છું કે આ વિધેયકમાં કાયદામાં ફેરબદલ કરવામાં આવે : સી.આર. પાટીલ

આ બાબતે આજે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે, જેમાં જણાવેલ કે, વિધાનસભામાં પસાર કરાવેલ આ કાયદાની જરૂર નથી એવી માગણી મને વાજબી લાગે છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને વિનંતી કરૂ છું કે આ વિધેયકમાં કાયદામાં ફેરબદલ કરવામાં આવે.

આ અંગે મને પણ લાગે છે કે મહાનગરપાલિકામાં જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પૂરતી છે. મારી પાસે સમાજના આગેવાનો આવ્યા અને મેસેજો આવ્યા હતા અને જે અંગે વિચાર કરી મેં મુખ્યમંત્રીને સવારે વિનંતી કરી હતી કે આ કાયદા માટે ફેરવિચારણા કરવી જોઈએ.

Other News : આણંદ જીલ્લા સહિત રાજ્યના ૧૦ હજાર સરકારી ડોકટરો હડતાળ ઉપર ઉતરી ગયા, શું છે પડતર માંગણીઓ

Related posts

વડોદરા હિંસા : પોલીસ એક્શનમાં, ૩૭ તોફાનીઓની અટકાયત…

Charotar Sandesh

સાંભળીને નવાઈ લાગશે, આ વ્યક્તિ ત્રણ ટાઈમ ભોજનમાં આગ જમે છે

Charotar Sandesh

હવે શાળાઓમાં એપ્રિલથી નવું શૈક્ષણિક સત્ર : વર્ષ 2021ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાશે..!

Charotar Sandesh