Charotar Sandesh
સ્પોર્ટ્સ

ક્રિકેટર એજાઝ પટેલે ૧૦ વિકેટ લેવાનો યાદગાર બોલ મુંબઈને આપ્યો

એજાઝ પટેલે

જન્મસ્થળને પોતાના ઐતિહાસિક રેકોર્ડ કરનાર બોલ આપવામાં આવ્યો

મુંબઈ : વાનખેડે સ્ટેડિયમમાં તેણે જે હાંસલ કર્યું તે એકદમ અસાધારણ હતું. તેણે આ પરાક્રમ આપણા પ્રતિષ્ઠિત સ્ટેડિયમમાં કર્યું હતું. આનાથી આ ઐતિહાસિક મેદાનની યાદોમાં વધારો થયો. એજાઝે મુંબઈ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ૧૧૯ રન આપીને ૧૦ વિકેટ લીધી હતી. આ રીતે, જિમ લેકર અને અનિલ કુંબલે પછી, તે અદ્ભુત પરાક્રમ કરનારો માત્ર ત્રીજો બોલર બન્યો.

એજાઝે બીજી ઇનિંગમાં પણ ૪ વિકેટ ઝડપી હતી.

ખાસ વાત એ છે કે એજાઝ પટેલનો જન્મ ૧૯૮૮માં મુંબઈમાં જ થયો હતો. તે પોતાની ભૂમિ પર પ્રથમ વખત ટેસ્ટ મેચ રમી રહ્યો હતો. એજાઝનુ પરિવાર ગુજરાત થી મુંબઇ અને ત્યાંથી ન્યુઝીલેન્ડ જઇને વસ્યુ હતુ. એજાઝના સબંધીઓ ગુજરાતના ભરુચમાં છે અને તેની આ સિદ્ધી પર તેના ભરુચ પાસેના ગામડાંમાં વસતા કુટુંબીજનો અને પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી.એજાઝના પગલાની પ્રશંસા કરતા પાટીલે કહ્યું, તેના મૂળ મુંબઈથી છે, તેથી આ સિદ્ધિ વધુ વિશેષ બની જાય છે. તેણે સાબિત કર્યું કે તેનું હૃદય મોટું છે.

આ સિદ્ધિ હાંસલ કર્યા પછી, તેણે ઉદારતા બતાવી અને અમને ૧૦ વિકેટ લેવાનો યાદગાર બોલ આપ્યો. આ એવી વસ્તુ છે જેને અમે ખૂબ મહત્વ આપીએ છીએ અને તે અમારા MCA મ્યુઝિયમનું ગૌરવ હશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત સામે ઈતિહાસ રચનાર ન્યુઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલે હવે દિલ જીતી લેનારું કામ કર્યું છે.

મુંબઈ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં એજાઝે તે બોલ રાખવાને બદલે યાદગાર અને ઐતિહાસિક બોલ દાનમાં આપ્યો છે જેનાથી ભારતની પ્રથમ ઈનિંગમાં ભારતની ૧૦મી વિકેટ પડી હતી. સામાન્ય રીતે બોલરો બોલ રાખે છે જેનાથી તેઓ ખાસ સિદ્ધિ હાંસલ કરે છે, પરંતુ એજાઝે તેને દાન કરવાનો નિર્ણય કર્યો છે. ન્યુઝીલેન્ડના ડાબોડી સ્પિનર એજાઝે આ બોલ મુંબઈના જ મ્યુઝિયમને દાનમાં આપ્યો છે. .

Other News : કેપ્ટન વિરાટ કોહલીને કદાચ ફરી આ રેકોર્ડ તોડવાનો મોકો નહીં મળે

Related posts

બલુચિસ્તાનમાં ક્રિકેટર આફ્રિદીને ફરીથી પીઓકેની વાત કરવી પડી ભારે…

Charotar Sandesh

MS-Dhoni : કેપ્ટન ધોની ન્યુ લૂકમાં જોવા મળ્યો, આલિમ હકીમે તસવીરો શેર કરી

Charotar Sandesh

ટી-૨૦ : ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને ૨૧ રને હરાવ્યું, સિરીઝ ૧-૧થી બરાબર…

Charotar Sandesh