Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદમાં સાઈબર ક્રાઈમ : કેવાયસી અપડેટના નામે વૃદ્ધના ૧.૬૨ લાખ ઉપાડી લીધા

સાયબર ક્રાઈમ
એસબીઆઈ બેન્કના મેનેજર તરીકેની ઓળખ આપી કેવાયસી અપડેટ કરવાનું કહી અજાણ્યા ગઠીયાએ છેતરપીંડી આચરી

આણંદ : શહેર સહિત જિલ્લામાં સાયબર ક્રાઈમના કેસો વધવા પામ્યા છે, ત્યારે વધુ એક ફરિયાદ સામે આવી છે. જેમાં મંગળપુરા વિસ્તારમાં રહેતા વૃદ્ધને એસબીઆઈ બેન્કના મેનેજર તરીકેની ઓળખ આપી કેવાયસી અપડેટ કરવાનું કહી અજાણ્યા ગઠીયાએ તેઓના બેંક ખાતામાંથી રૂ. ૧.૬૨ લાખ ઉપાડી લીધા હતા. આ અંગે વૃદ્ધે સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદમાં ગણેશ ડેરી પાછળના વિસ્તારમાં મંગળપુરા રોડ ખાતે સુશાંત બંગ્લોમાં ૭૭ વર્ષીય અનંતરાય પુરૂષોત્તમ વ્યાસ નિવૃત્ત જીવન ગુજારે છે. ગત ૨૪મીના રોજ સાંજે ચાર વાગ્યે અભિષેક શર્મા નામના શખ્સે મોબાઈલ નંબર ૯૭૩૫૬-૩૬૭૯૯૪ ઉપરથી તેમને ફોન કર્યો હતો. અને પોતે આણંદ એસબીઆઈ બેન્કના સરદાર ગંજ બ્રાચના મેનેજર બોલતા હોવાની ખોટી ઓળખ આપી હતી. અને અંનતરાય વ્યાસને વિશ્વાસમાં લઈ તેઓના બેંક ખાતાનુ કેવાયસી અપડેટ કરવાના બહાને તેમના એકાઉન્ટ નંબર, એટીએમ કાર્ડ અને ઓટીપી મેળવી લીધા હતા. બે દિવસમાં ત્રણથી ચાર વાર મળી તેમના બેંક ખાતામાંથી રૂપિયા ૧,૬૨,૭૦૦ની રકમ ઉપાડી લીધી હતી. આ અંગેની જાણ તેમના મોબાઈલમાં મેસેજ આવતાં તેમને થતાં તેમણે આ મામલે આણંદ સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

other News : આણંદ જિલ્‍લામાં યોજાનાર કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપવા બેઠક યોજતા કલેક્ટરશ્રી

Related posts

આણંદ-નડીયાદની વચ્ચે એક્સપ્રેસ હાઈવે પર એસટી બસ અને MLA લખેલ કાર વચ્ચે અકસ્માત : રના મોત

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવને લઈ આ પ્રકારથી મૂર્તિઓ ખરીદવા-બનાવવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ

Charotar Sandesh

નડીઆદમાં હોમ કોરેન્ટાઈન કરાયેલ દંપતિ ફરાર થતાં ચકચાર : તપાસ શરૂ કરાઈ…

Charotar Sandesh