Charotar Sandesh
બોલિવૂડ

પોર્નોગ્રાફી કેસમાં પૂનમ પાંડે-શર્લિન ચોપરાને બોમ્બે હાઈકોટ તરફથી મળી મોટી રાહત

પૂનમ પાંડે

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે પૂનમ પાંડે અને શર્લિન ચોપરાને પોર્નોગ્રાફી કેસમાં મોટી રાહત આપી છે. બોમ્બે હાઈકોર્ટે મુંબઈ પોલીસને આદેશ આપ્યા છે કે આ બન્ને વિરૂદ્ધ ૨૦ સપ્ટેમ્બર સુધી કોઈ કડક કાર્રવાઈ કરવામાં ન આવે.
ધરપકડના ડરથી બન્ને એક્ટ્રેસે એબીએ માટે કોર્ટનો દરવાડો ખખડાવ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે મુંબઈ પોલીસને આદેશ આપ્યા છે કે આ બન્ને વિરૂદ્ધ ૨૦ સપ્ટેમ્બર સુધી કોઈ કડક કાર્રવાઈ કરવામાં ન આવે.

થોડા દિવસ પહેલા જ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. તેમના પર આરોપ છે કે તે પોર્ન ફિલ્મ બનાવતા હતા. આ મામલે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

રાજ કુંદ્રા વિતેલા ઘણાં દિવસથી પોલીસની કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. આ મામલે અત્યાર સુધી અનેકની ધરપકડ કરવામાં આવી છે. એક્ટ્રેસ પૂનમ પાંડે અને શર્લિન ચોપરા પણ તેના માટે કામ કરતા હતા. ધરપકડના ડરથી જ આ બન્ને એક્ટ્રેસે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

પૂનમ પાંડેએ રાજ કુંદ્રાની ધરપકડ થયા બાદ તેને સંબંધિત અનેક રહસ્યો ખોલ્યા છે. તેણે કહ્યં કે, રાજ કુંદ્રાની સાથે કામ કરવું એ તેના જીવનની સૌથી મોટી ભૂલ હતી. તમને જણાવીએ કે, પૂન પાંડે હાલમાં રાજ કુંદ્રા સાથે કાયદાકીય લડાઈ લડી રહી છે.

અગાઉ પોલીસે અભિનેત્રી-મોડેલ ગહના વશિષ્ઠ સહિત ત્રણ જણને આ મામલામાં પૂછપરછ માટે સમન્સ આપ્યા હતા. અશ્લીલ ફિલ્મ બનાવવાના ગુનામાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમેન પતિ રાજ કુંદ્રા મુખ્ય સૂત્રધાર હોવાનુ કહેવાય છે. કોર્ટે તેને ૨૭ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. અભિનેત્રી શર્લિન ચોપ્રા અને પૂનમ પાંડે અશ્લીલ વિડીયોમાં કામ કરતી હોવાનું કહેવાય છે. આ મામલામાં દરરોજ નવી માહિતી પ્રકાશમાં આવી રહી છે. બીજીતરફ શિલ્પા શેટ્ટી પણ પતિ કુંદ્રાના આ રેકેટથી વાકેફ હોવાની ચર્ચા થઇ રહી છે. આમ હવે તેની પણ મુશ્કેલી વધી ગઇ છે.

Other News : પોર્નોગ્રાફી કેસઃ ગેહના વશિષ્ઠે કહ્યું, મને કોઈ ઓફિશિયલ સમન મોકલવમાં આવ્યું નથી

Related posts

સુશાંત કેસમાં શૌવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાંડાની કરાઈ અટકાયત…

Charotar Sandesh

કેન્સર મુક્ત થવા છતા હજુ વધુ 2 મહિના ન્યૂયોર્કમાં રહેશે ઋષિ કપૂર

Charotar Sandesh

હિસ્ટોરિકલ ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું ટ્રેલર રિલીઝ…

Charotar Sandesh