Charotar Sandesh
ગુજરાત

શૈક્ષિક મહાસંઘનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યું : શિક્ષણ અને શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણની માંગ

કેન્દ્રીય શિક્ષણમંત્રી

New Delhi : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યું હતું અને શાળા અને ઉચ્ચ શિક્ષણની જમીની સ્થિતિ અને રાષ્ટ્રીય શિક્ષણના અમલીકરણમાં આવતા અવરોધોને ધ્યાનમાં રાખીને શિક્ષણ અને શિક્ષકોને પડતી વિવિધ સમસ્યાઓના ઉકેલની માંગણી કરી હતી.

સમગ્ર દેશમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રજૂઆત કરી માંગ કરવામાં આવી

આ અંગે માહિતી આપતાં ફેડરેશનના પ્રમુખ પ્રો.જે.પી. સિંઘલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય શિક્ષણમંત્રીને જૂની પેન્શન યોજના લાગુ કરવા, તમામ સ્તરે શિક્ષકોની નિવૃત્તિ વય ૬૫ વર્ષ સુધી વધારવા, સમગ્ર દેશમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રજૂઆત કરી માંગ કરવામાં આવી.

અગ્રીમ પ્રાધાન્યતા પર દેશ, શાળાઓ. કોલેજો અને યુનિવર્સિટીઓમાં યોગ્ય માળખાકીય સુવિધાઓ વિકસાવવા, શિક્ષણનું વ્યાપારીકરણ અટકાવવા, બિનઅનુદાનીત શિક્ષણ આપતી શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકોની આર્થિક સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવી, શિક્ષકોની જોગવાઈઓ અનુસાર યોગ્ય તાલીમ કરવી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને વ્યાવસાયિક વિષયો માટે પ્રશિક્ષિત શિક્ષકોની નિમણૂક કરવી.આવા વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

લગભગ બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મહાસંઘ દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓને ઊંડાણપૂર્વક સમજ્યા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની જાણકારી આપી હતી અને સમસ્યાઓના યોગ્ય ઉકેલની ખાતરી આપી હતી. પ્રતિનિધિમંડળમાં પ્રમુખ અને મહામંત્રી ઉપરાંત સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂર, સહ સંગઠન મંત્રી જી. લક્ષ્મણ, ઉચ્ચ શિક્ષણ કેડરના પ્રભારી મહેન્દ્ર કુમાર, વરિષ્ઠ ઉપાધ્યક્ષ નિર્મલા યાદવ, અધિક મહાસચિવ નારાયણ લાલ ગુપ્તા, સંજય કુમાર રાઉત, ઉપાધ્યક્ષ મોહન પુરોહિત અને સચિવ ડૉ. ગીતા ભટ્ટ હાજર હતા.

  • Jignesh Patel, Anand

Other News : બોટાદમાં લઠ્ઠાકાંડની અત્યંત દુખદ ઘટના, ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે : કોંગ્રેસ નેતા અમિત ચાવડા

Related posts

મધ્યપ્રદેશ ઈફેકટ : ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણી અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વચ્ચે તડાફડી…

Charotar Sandesh

આજે પધારશે વડાપ્રધાન ગુજરાત : કાલે નર્મદાના નીર વધાવશે…

Charotar Sandesh

લગ્નમાં ૫૦ લોકોની પણ જરૂર નથી, ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકો – ગુજરાત હાઇકોર્ટ

Charotar Sandesh