Charotar Sandesh
વર્લ્ડ

ડેલ્ટા વેરિએન્ટ ખતરનાક છે, દુનિયા સાવધ રહે : આરોગ્ય સંસ્થાની ચેતવણી

ડેલ્ટા વેરિએન્ટ

ડેલ્ટા વેરિએન્ટની સ્પીડ અને વધારે લોકોને સંક્રમિત કરવાની ક્ષમતા અગાઉના વેરિએન્ટના મુકાબલે વધારે ખતરનાક છે

વોશિંગ્ટન : અમેરિકાની ટોચની આરોગ્ય સંસ્થા સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલના ડાયરેક્ટર ડો.રોશેલ વાલેંસ્કીએ દુનિયાને ચેતવણી આપતા કહ્યુ છે કે, કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ ભારે ખતરનાક છે થતા ડેલ્ટા વેરિએન્ટના વધી રહેલા કેસ ચિંતાજનક છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકન દવા કંપનીઓ ફાઈઝર અને બાયોએનટેક પણ જાહેરાત કરી ચુકી છે કે, ડેલ્ટા વેરિએન્ટ સામે વેકસીનનો બૂસ્ટર ડોઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ડબલ્યુએચઓના ઈમરજન્સી હેલ્થ પ્રોગ્રામના ડો.માઈક રાયને પણ ૨૧ જૂને કહ્યુ હતુ કે, ડેલ્ટા વેરિએન્ટની સ્પીડ અને વધારે લોકોને સંક્રમિત કરવાની ક્ષમતા અગાઉના વેરિએન્ટના મુકાબલે વધારે ખતરનાક છે.

દરમિયાન સીડીસીના ડાયરેક્ટર ડો.વેલેન્સીકેએ કહ્યુ હતુ કે, અમરેકિાની ૪૭ ટકા વસતીને કોરોનાની વેક્સીનના બંને ડોઝ લાગી ચુકયા છે.ડેલ્ટા વેરિએન્ટના કેસ એ વિસ્તારોમાં વધી રહ્યા છે જ્યાં વેક્સીનેશનની ટકાવારી ઓછી છે.

કેટલાક વિસ્તારોમાં કોવિડના ૮૦ કેસ ડેલ્ટા વેરિએન્ટના છે. ડેલ્ટા વેરિએન્ટ એ લોકો પર વધારે ઝડપથી અસર કરી રહ્યો છે જેમણે વેક્સીન લીધી નથી. દરમિયાન ડેલ્ટા વેરિએન્ટના કારણે દર્દીઓનુ હોસ્પિટલાઈઝેશન અમેરિકામાં વધી રહ્યુ છે. છેલ્લા કેટલાક દિવસોથી રોજ ૨૦૦૦ લોકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. કેટલાક રાજ્યોમાં કોવિડના મામલા વધી ગયા છે.

અમેરિકામાં છેલ્લા કેટલાક મહિનાઓમાં કોરોનાના દર્દીઓના જેટલા મોત થયા છે તેમાં ૯૯.૫ ટકા લોકો એવા હતા જેમણે કોરોનાની રસી નહોતી લીધી.

વધુમાં, ખાસ કરીને યુવા અને બાળકોને સંક્રમણ થયું.

CDCએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગાઈડલાઈને અત્યારે માનવાનો ઇનકાર કરી દીધો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વેક્સિન લગાવી ચૂકેલા લોકોએ પણ માસ્ક પહેરવું પડશે.ઉલ્લેખનીય છે કે વેક્સિન ડેલ્ટા વેરિયન્ટની વિરુદ્ધ પણ પ્રભાવી છે. લોકોને ગંભીર રીતે બીમાર પડવાથી રોકી રહી છે. સાથે જ લોકોને હૉસ્પિટલ જવાથી પણ બચાવી રહી છે, પરંતુ અમેરિકાના ૫ રાજ્યો મિસિસિપ્પી, લુસિયાના, ઇડાહો, વ્યોમિંગ અને અલાબામામાં અત્યારે પણ ૪૦ ટકા લોકો એવા છે, જેમણે કોરોના વાયરસ વેક્સિનનો એક પણ ડોઝ નથી લગાવ્યો.

આને જોતા પબ્લિક હેલ્થ એક્સપર્ટ ઘણા ચિંતિત છે.

Other News : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નવી જનસંખ્યા નીતિની જાહેરાત કરી

Related posts

અમેરિકા વિશ્ર્‌વની શાંતિ માટે સૌથી મોટું જોખમ છે : ચીની લશ્કર

Charotar Sandesh

વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સલાહકાર તરીકે ભારતીય મૂળના નીરા ટંડનની નિયુક્તિ…

Charotar Sandesh

હવામાં બે સી-પ્લેન ટકરાયાંઃ પાઇલટ સહિત પાંચનાં મોત

Charotar Sandesh