Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાના અનેક રાજ્યો ઉપર ડેલ્ટા વેરિએન્ટનો કહેર, હોસ્પિટલોમાં સ્ટાફની કમી

ડેલ્ટા વેરિએન્ટ

USA : અમેરિકામાં કોવિડ-૧૯થી બચવા માટે રસીકરણના ઉચ્ચ દર હોવા છતાં ન્યૂ ઇંગ્લેન્ડ રાજ્યના મોટાભાગના ભાગમાં કોરોના સંક્રમણ યાદ અપાવી રહ્યું છે કે કોરોના વાયરસનું ડેલ્ટા સ્વરૂપ કેટલું ઘાત છે. આ વિસ્તારની દરેક હોસ્પિટલોમાં આઈસીયુ દર્દીઓથી ફૂલ થઈ ગયા છે. અને કર્મચારીઓની કમી જોવા મળી રહી છે. સરકારી કર્મચારી રસકરણ નહીં કરાવનારને રસી લગાવવા માટે અપીલ કરી રહ્યા છે કારણ કે હવે માનવામાં આવી રહ્યું છે કે ૯૦ ટકા રસીકરણ બાદ સામુદાયિક પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ છે.

ન્યૂ હેમ્પશાયરમાં કોઈ કારણથી સેંકડો હજારો લોકોને રસી ન લગાવી અને તેઓ અસુરક્ષિત છે. મધ્ય મેસાચુસેટ્‌સમાં સૌથી મોટી સ્વાસ્થ્ય પ્રણાલી યુમાસ મેમોરિયલ હેલ્થના પ્રમુખે જણાવ્યું કે અત્યારે ક્ષેત્રીય હોસ્પિટલમાં ભર્તી થનારા દર્દીઓની સંખ્યામાં જૂનના મુકાબલે ૨૦ ટકા વધી છે. હવે આઈસીયુમાં બેડ ખાલી નથી.સપ્ટેમ્બર સૌથી ઘાત મહિનો સાબિત થયો છે. મેઈનમાં ૨૨ સપ્ટેમ્બરે આશરે ૯૦ દર્દીઓ આઈસીયુમાં દાખલ થયા હતા.

મેઈનમાં ૪૮ બેડ વાળા યાર્ક હોસ્પિટલમાં સંક્રામક રોગોને વિશેષજ્ઞ ડો.ગ્રેટચેન વોલ્પેએ કહ્યું કે ડેલ્ટા સ્વરૂપથી સંક્રમણના વધનારા મામલાઓના કારણે દર્દીઓની સારવારમાં મુશ્કેલીઓ આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે અમેરિકામાં મહામારીથી મોતની સંખ્યા સાત લાખ પાર કરી ગઈ છે. અમેરિકાના દક્ષિણી ભાગમાં ડેલ્ટા સ્વરૂપના સંક્રમણથી મોતને કેન્દ્ર બન્યું છે. જ્યારે ન્યૂ ઈંગ્લેન્ડમાં મામલા વધી રહ્યા છે.

Related posts

ટ્રમ્પ ઇફેકટ : અમેરીકામાં નોકરીની શોધમાં રહેલા ભારતીયની સંખ્યા ઘટી

Charotar Sandesh

શ્રીલંકા હુમલાનું કાશ્મીર કનેક્શન સામે આવ્યું, સેના પ્રમુખે કર્યો આ દાવો

Charotar Sandesh

કેનેડાની શાળાના પરિસરમાંથી ૨૧૫ બાળકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ…

Charotar Sandesh