Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ શહેરના લોટીયા ભાગોળ સહિત આ વિસ્તારોને સંવેદનશીલ મતદાન મથક જાહેર કરવા માંગણી

લોટીયા ભાગોળ

આણંદના કેટલાક વિસ્તારમાં ધાંધલી સર્જાવાની શંકાના પગલે સ્થાનિકો દ્વારા કલેક્ટરને રજૂઆત

ચોક્કસ રાજકીય પક્ષ માટે બોગસ મતદાનના ખેલ પાડી લાભ ઉભા કરવામાં આવે એવી આશંકા

Anand : ગતવિધાનસભા જંગ દરમ્યાન શહેરના કેટલાક વિસ્તારમાં મતદાન સમયે ધાંધલી સર્જાવાના પ્રયાસ થતાં કેટલાકને ઇજા થવા ઉપરાંત કાનૂની કાર્યવાહી થવા પામી હતી. જેનું આગામી વિધાનસભા જંગ દરમ્યાન પુનરાવર્તન ન થાય અને મતદાન શાંતિપૂર્ણ થાય તેવી માગ સાથે શહેરના લોટીયાભાગોળ વિસ્તારના રહીશો દ્વારા જીલ્લા કલેકટરને વિસ્તાર સંવેદનશીલ હોય નિષ્પક્ષ મતદાન થાય પૂરતી સુરક્ષા ઉભી કરવાની માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગત ટર્મ વિધાનસભા ચૂંટણી જંગ દરમ્યાન શહેરના કેટલાક વિસ્તારમાં મતદાન સમયે ધાંધલી સજી ચોક્કસ રાજકીય પક્ષને ફાયદો ઉભો કરવાના ખેલ રચતા કેટલાક તત્વો દ્વારા વાતાવરણ દૂષિત કરવા પગલે ઇજાના તથા કાનૂની કાર્યવાહીના બનાવ બનવા પામ્યા હતા.

શહેરના લોટીયા ભાગોળ, રાજશિવાલય વિસ્તારને સંવેદનશીલ મતદાન મથક જાહેર કરવા માંગણી

જેના પગલે આણંદ વિધાનસભા બેઠકનું મતદાન બીજા તબક્કામાં આગામી તા. પમીના યોજાનાર હોય કેટલાક તત્વો દ્વારા મતદાન સમયે ધાધલી સર્જાવાના પ્રયાસ કરવામાં આવે અને તેના કારણે વાતાવરણ દૂષિત થવા તવા મતદાન પર અસર કે તેની ઓથ હેઠળ ચોક્કસ રાજકીય પક્ષને બોગસ મતદાનના ખેલ પાડી લાભ ઉભા કરવાના ચોકા રચાય તેવી આશંકા પગલે શહેરના લોટીયાભાગોળ રાજતિવાલય વિસ્તારના મતદાતા દ્વારા જીલ્લા ક્લેક્ટરને આ વિસ્તારના પોલીગ બુચ પર ગત ટર્મનું પુનરાવર્તન ન થાય સંવેદનશીલ વિસ્તાર હેર કરી પૂરતાં પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા હાય ધરવામાં આવે તેવી માગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.

Other News : આજ સાંજથી પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડશે

Related posts

આણંદ જિલ્લામાં કુલ ૧૨ ગામોમાં લોકડાઉન જાહેર : કોરોનાને લઈ ગામના સરપંચો સતર્ક થયા…

Charotar Sandesh

૧૮ દિવસથી ગુમ થયેલા બાળકનું આણંદ રેલ્વે ચાઇલ્ડલાઇન ૧૦૯૮ દ્વારા ૨ દિવસમાં પુનઃવસન કરાવડાયુ…

Charotar Sandesh

ખંભાત હિંસાને પગલે આણંદ SP મકરંદ ચૌહાણ તેમજ ખંભાત પીઆઈ અને DySPની તાત્કાલિક ધોરણે બદલી…

Charotar Sandesh