Charotar Sandesh
સ્પોર્ટ્સ

ધોની અને વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાની ભૂમિકાને લઇને હવે ગંભીરતા પૂર્વક વિચાર શરુ કર્યો

હાર્દિક પંડ્યા

મુંબઈ : હવે હાર્દિક પંડ્યાએ બોલિંગ શરૂ કરી દીધી છે. પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે તેણે પોતાને સાબિત કરવો પડશે. અહેવાલો અનુસાર, પંડ્યાનો બોલિંગ ટેસ્ટ શુક્રવારે થશે. જો પંડ્યા તેમાં પાસ થશે તો જ તે પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે, નહીં તો શાર્દુલ ઠાકુર તેની જગ્યાએ ટીમમાં સામેલ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે ગુરુવારે હાર્દિક પંડ્યાને લઈને એક સમાચાર સામે આવ્યા હતા. જે મુજબ હવે તેની કમર જકડાવાની કોઇ ફરીયાદ નથી. જો કે, શુક્રવારે તેની ફિટનેસ સાબિત થશે. હાર્દિક પંડ્યાની બોલિંગ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ નુકસાનકારક રહી છે. ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે માત્ર ૫ બોલરો સાથે મેદાનમાં ઉતરી હતી. બોલરના ખરાબ દિવસે, તમારે છઠ્ઠા બોલરની જરૂર છે, જે ટીમ ઈન્ડિયા પાસે નથી. જો શાર્દુલ ઠાકુર ટીમમાં આવે છે, તો તે બોલિંગની સાથે સાથે લોઅર ઓર્ડરનો શ્રેષ્ઠ બેટ્‌સમેન પણ છે. ઠાકુરે ઘણી વખત પોતાની બેટિંગ ક્ષમતા સાબિત કરી છે.

આવી સ્થિતિમાં તે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે પ્રબળ દાવેદાર છે. તમને જણાવી દઈએ કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે મેચ છે. આ બંને ટીમો પાકિસ્તાન સામે હારી ગઈ છે અને હવે સેમીફાઈનલની રેસમાં રહેવા માટે બંને માટે મેચ જીતવી ખૂબ જ જરૂરી છે્‌૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ માટે જ્યારે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી, ત્યારે તેમાં હાર્દિક પંડ્યા નું નામ જોઈને બધા દંગ રહી ગયા હતા.

બધાને લાગ્યું હતુ કે પંડ્યા બોલિંગ કરવા સક્ષમ નથી, તેથી તેના સ્થાને અન્ય કોઈ ઓલરાઉન્ડરની પસંદગી કરવામાં આવશે. પરંતુ ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટે તેને ફિનિશર ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ પાકિસ્તાન સામેની હાર બાદ જ હાર્દિક પંડ્યાના રોલ પર ટીમ ઈન્ડિયા ની વિચારસરણી બદલાઈ ગઈ છે. એવા અહેવાલો છે કે હાર્દિક પંડ્યાને હવે સ્પેશિયાલિસ્ટ બેટ્‌સમેન તરીકે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાશે નહીં.

Other News : ન્યૂઝીલેન્ડ સામે હાર્યા તો ભારત ટૂર્નામેન્ટમાંથી બહાર !

Related posts

આઇપીએલ ૨૦૨૦ને હવે સ્પોન્સર નહીં કરે ચીની કંપની વીવો, કરાર સસ્પેન્ડ…

Charotar Sandesh

ઈંગ્લેન્ડ ભારત સામે એક પણ ટેસ્ટ જીતે તેવું મને દેખાતું નથી : ગંભીર

Charotar Sandesh

ભારતમાં રમાનાર ફીફા અંડર-૧૭ મહિલા વર્લ્ડ કપ ૨૦૨૦ રદ્દ…

Charotar Sandesh