Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ભગવાનશ્રી સ્વામિનારાયણની ૧૯૨મી અંતર્ધાન તિથિએ ૧૭ સંસ્થાઓમાં વડતાલ મંદિર દ્વારા ભોજન પ્રસાદ વિતરણ

વડતાલ મંદિર

વડતાલ : સંસ્થા દ્વારા જીલ્લાની ૧૭ જેટલી બાળ કન્યા મુક બધિર વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાઓમાં પ્રસાદરૂપ ભોજનનું આપવામાં આવ્યો હતો. આજથી ૧૯૨ વર્ષ પહેલા ભગવાનશ્રી સ્વામીનારાયણે ગઢપુર મુકામે પાંચભૌતિર દેહનો ત્યાગ કર્યો હતો.

મુખ્ય કોઠારી ડો સંત સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રીજી મહારાજનો સ્વભાવ પરદુખહારી હતો. આજે તેમની તિરોધાન તિથી છે. એ સત્સંગ માટે અસહ્ય ઘડી ગણાય. આ દિવસે ભગવાનને જે પ્રિય હતા એવી લોકોની સેવા કરવાથી આશ્વાસન મળે છે. એ ભાવ સાથે સંસ્થા , આચાર્ય શેરી રાકેશપ્રસાદજી મહારાજની આજ્ઞાથી આવા અનેક સેવા કરે છે.

આજે એ તિથીએ છેલા ઘણા વર્ષોથી હિન્દુ અનાથાશ્રમ , મુક બધિર વિદ્યાલય , જલારામ વૃદ્દાશ્રમ ,ઉત્તર બુનિયાદ કન્યા વિદ્યાલય, આનંદધામ, જાગૃતિ મહિલા સંગઠન , જલારામ વિસામો વગેરે ૧૭ જેટલી સંસ્થાઓમાં ૭૦૦ જેટલા લાભાર્થીઓ પ્રસાદ રૂપ ભોજન આપવામાં આવ્યું હતું .

આ સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી તથા વડતાલ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી હતી

Other News : ગેરકાયદે દબાણો દૂર કરો – સાંસદ મિતેષભાઈ પટેલે બીજી વખત કર્યો અનુરોધ : દબાણો દૂર થશે કે કેમ ચર્ચાનો વિષય

Related posts

વડતાલમાં શ્રીહનુમાનજીનું વિશેષ પૂજન અન્નકુટ ધરાવાયો

Charotar Sandesh

જનાક્રોશની જીત : સવા મહિને સરકાર ઝૂકી, હેલ્મેટ પહેરવામાંથી મુકિત…

Charotar Sandesh

RRSA ફાઉન્ડેશન દ્વારા રખડતા કૂતરાને રહેલ ૩ કિલોની ગાંઠ કાઢીને જીવનદાન અપાયું…

Charotar Sandesh