Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન-ફરિયાદ સમિતિની બેઠક મળી : જુઓ શું થઈ ચર્ચા

આણંદ જિલ્લા કલેકટર

વિકાસના કામો ગુણવત્તાસભર અને સમયસર પૂર્ણ થાય તે જોવાની તાકીદ કરતાં જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી

આણંદ : જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીના અધ્‍યક્ષસ્‍થાને આણંદના સરકીટ હાઉસ ખાતે આણંદ જિલ્‍લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, ધારાસભ્યો સર્વ શ્રી અમીતભાઇ ચાવડા, રાજેન્દ્રસિંહ પરમાર અને કાંતિભાઇ સોઢાપરમાર ઉપસ્‍થિત રહ્યા હતા.

આ બેઠકમાં ધારાસભ્‍યશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્‍યશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો પરત્વે જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ સબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સત્વરે હકારાત્‍મક ઉકેલ લાવવાની સાથે વિકાસના કામો ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવાની તાકીદ કરી હતી.

બેઠકમાં કલેકટર શ્રી દક્ષિણીએ જિલ્‍લાના તમામ અમલીકરણ અધિકારીઓને આજે તા.૧૯મીથી શરૂ થયેલ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તેનો એકશન પ્લાન ઘડી કાઢી એકશન પ્લાન મુજબના કામો સમયમર્યાદામાં શરૂ થાય અને પૂર્ણ થઇ જાય તે જોવા જણાવ્યું હતું.

કલેકટરશ્રીએ પડતર અરજીઓનો સમયસર નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને કહ્યું હતું. તેમણે બાકી રહેલ પેન્શનના કેસોની સમીક્ષા કરી પેન્શન કેસોનો સમયમર્યાદામાં નિકાલ તે જોવા પર ભાર મૂકયો હતો. કલેકટરશ્રીએ લોકાભિમુખ વહીવટને કાર્યક્ષમ બનાવવાની સાથો સાથ સરકારના પરિપત્રોનું ચુસ્ત પાલન થાય અને ફાળવેલ લક્ષ્યાંકો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા જણાવ્યું હતું.

Other News : રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના હસ્તે આણંદ જિલ્લામાં સુજલામ-સુફલામ જળ અભિયાનનો શુભારંભ

Related posts

આણંદ-ખંભાત વચ્ચે પુનઃ શરૂ થયેલ સ્પેશિયલ ટ્રેનના નામે ભાડામાં કરાયો ૧૩૩ ટકાનો વધારો

Charotar Sandesh

આણંદ : કૌટુંબિક દિયરે આડા સંબંધના વહેમમાં ભાભીની હત્યા કરતા ખળભળાટ…

Charotar Sandesh

આણંદ પ્રેસ કલબ દ્વારા વાઘોડીયાનાં ધારાસભ્ય સામે ગુનો નોંધવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું…

Charotar Sandesh