Charotar Sandesh
ગુજરાત

ડો. વર્ગીસ કુરિયનના ૧૦૦માં જન્મદિવસ નિમિતે બાઈક રેલી યોજાઈ

ડો. વર્ગીસ કુરિયન

સુરત : ડો. વર્ગીસ કુરિયનના ૧૦૦માં જન્મદિવસ નિમિતે બાઈક રેલી યોજાઈ, સુમુલ ડેરીથી કિરણ હોસ્પિટલ, નવયુગ કોલેજ, પ્રાઈમ આર્કેટ, એલ.પી.સવાણી, આરટીઓ, એસવીએનઆઈટી, સીટી લાઇટ રીંગ રોડ થઈ સુમુલ ડેરીએ સમાપન કરશે.

સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું કે ડોક્ટર વર્ગીસ કુરિયનના કારણે આજે દેશભરમાં ૬૦ કરોડથી વધુ લોકો પશુપાલન સાથે જોડાયેલા છે. આજે તેમને રોજગારીનો મોટો અવસર તેમના કારણે મળી રહ્યો છે. માત્ર ગુજરાતમાં જ ૩૬ લાખ મહિલાઓ પશુપાલકના ઉદ્યોગ સાથે જોડાયેલી છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતની પશુપાલક મહિલાઓ રોજની રૂપિયા ૧.૭૫ કરોડ રૂપિયાની કમાણી કરે છે. આજે દૂધ થકી અનેક પ્રોડક્શનમાં વેલ્યુ એડીશન કરીને ડેરી ઉદ્યોગ આવકના નવા સાધનો ઊભા કરી રહી છે. ડો. વર્ગીસ કુરિયનના ૧૦૦માં જન્મદિવસને ધ્યાનમાં રાખી ૧૦૦ બાઇકની રેલી શહેરમાં કાઢવામાં આવી હતી.

સુરતમાં સુમુલ ડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સયુંક્ત ઉપક્રમે રેલી યોજવામાં આવી હતી

કાર્યક્રમમાં સુમુલના ચેરમેન, નિયામક મંડળ તથા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા. ડો. વર્ગીસ કુરિયનની દીઘર્દ્રષ્ટિના કારણે શ્વેતક્રાંતિનુ સર્જન થયું હતું. આજે વિશ્વભરમાં અમુલ પ્રોડક્ટનું એક ડેરી ઉદ્યોગમાં અલગ જ સ્થાન છે. ડેરી પ્રોડક્ટ આજે વિશ્વની સમકક્ષ આપણે આવીને ઊભા છીએ.

શ્વેતક્રાંતિના કારણે દેશભરમાં કરોડોની સંખ્યામાં લોકોને રોજગારી ઊભી થઈ છે. પશુપાલકને એક ઉદ્યોગ તરીકે સ્થાપિત કરવામાં તેમણે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. નાના નાના ગામોમાં પણ આજે આધુનિક રીતે પશુપાલકો અને અમૂલ ડેરીના સંચાલકો સંકલન કરીને વધુમાં વધુ ગુણવત્તા સભર દૂધ મળી રહે તેવા પ્રયાસો કરી રહ્યા છે.

Other News : કોરોનાથી મુત્યુ પામનારના પરિવારોને ૧૦ દિવસમાં જ ચૂકવાશે સહાય : કેબીનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં હવે રોજ ૧૨ હાજર પ્રવાસીઓને એન્ટ્રી મળશે…

Charotar Sandesh

કોરોના કહેર : ગુજરાતમાં બાળકોનું કોરોનાગ્રસ્ત થવું ચિંતાજનક..?

Charotar Sandesh

રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસનો રાફડો ફાટ્યો : આણંદ જિલ્લામાં ૧૧ સાથે રાજ્યમાં ૮૦૦થી વધુ…

Charotar Sandesh