Charotar Sandesh
ઈન્ડિયા

૨ મહિલાઓ પાસેથી દિલ્હી એરપોર્ટ પર ૯૦ કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું : કાર્યવાહી શરૂ

દિલ્હી એરપોર્ટ

નવી દિલ્હી : તા. ૧૨-૧૩ની રાત્રીના સમયે આ મહિલાઓ આવી હતી. જે દરમિયાન તપાસ કરાતા તેની પાસેથી ૧૨.૯ કિલો હેરોઇન મળી આવ્યું છે જેની માર્કેટ કિમત આશરે ૯૦ કરોડ આંકવામાં આવી રહી છે. આ બન્ને મહિલા તસ્કરો યુગાંડા, કેન્યા અને ભારતમાં ડ્રગ્સ તસ્કરી કરતી હતી, તપાસ દરમિયાન મહિલાએ સ્વીકાર્યું હતું કે પસાની લાલચમાં તેણે આ ડ્રગ્સ તસ્કરી કરી હતી.

તેનો દાવો છે કે કેન્યાના એક નાગરિકે મને વચન આપ્યું હતું કે જો તે દિલ્હીમાં આ ડ્રગ્સ પહોંચાડી દેશે તો તેને બહુ જ મોટી રકમ આપવામાં આવશે. જેને પગલે તે કંપાલાથી રોડ માર્ગેથી નૈરોબી ગઇ હતી. જ્યાં તેને કેન્યાના આ નાગરિકે આ ડ્રગ્સનું પેકેટ સોપ્યું હતું. આ પેકેટ દિલ્હીમાં પહોંચાડવાની જવાબદારી તેને સોપવામાં આવી હતી.

આ દરમિયાન તેની દિલ્હી આવવાની ટિકિટની વ્યવસૃથા પણ કરવામાં આવી હતી

કસ્ટમના અધિકારીઓએ દિલ્હી એરપોર્ટ પરથી યુગાંડાની બે મહિલા પાસેથી ૯૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. યુગાંડાની આ મહિલાઓ દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (આઇજીઆઇ) પર ઉતરી હતી ત્યારે જ તેની પાસેથી આ ડ્રગ્સ ઝડપાઇ ગયું હતું.

એક અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન મહિલા પાસેથી ૧૨.૯ કિલો હેરોઇન મળી આવ્યું હતું. બન્ને મહિલાઓ કેન્યાના નૈરોબીથી અબુધાબી થઇને નવી દિલ્હીના એરપોર્ટ પર આવી હતી.

Other News : પ્રદુષણ વધતાં દિલ્હીમાં ૨ દિવસનું લોકડાઉન લગાવી દો : સુપ્રિમ કોર્ટ

Related posts

કૃષિ બિલથી ખેડૂતો આઝાદ થશે, વિપક્ષ જૂઠ્ઠાણા ફેલાવે છે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

કોરોના રસીનું પ્રથમ તબક્કાનું માનવીય પરીક્ષણ : એક પુરુષને પ્રથમ ડોઝ અપાયો…

Charotar Sandesh

નવરાત્રિ-દિવાળી પહેલાં આરબીઆઈનો મોટો ઝટકો, નહિ મળે ઈએમઆઈમાં રાહત…

Charotar Sandesh