Charotar Sandesh
ઈન્ડિયા

ઇડીએ Flipkart વિરુદ્ધ ફેમા હેઠળ ૧૦ હજાર કરોડની શો-કોઝ નોટિસ ફટકારી

ફ્લિપકાર્ટ (Flipkart)

ન્યુ દિલ્હી : ઇડીએ ફ્લિપકાર્ટ (Flipkart) ઇન્ડિયા,સિંગાપોરમાં રજીસ્ટર્ડ કંપની અને અન્ય આઠ વ્યક્તિઓ તેમજ યુનિટ વિરુદ્ધ ફેમા હેઠળ ૧૦,૬૦૦ કરોડ રૂપિયાની શો-કોઝ નોટિસ જારી કરી છે. ઇડી દ્વારા ફેમા હેઠળ જારી કરવામાં આવેલ અત્યારસુધીની આ સૌથી મોટી નોટિસ છે.

જુલાઈમાં ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલા આદેશ બાદ કેન્દ્રીય તપાસ એજન્સીએ આ સંસ્થાઓ સામે કાર્યવાહી કરી છે.

આ કેસ ફ્લિપકાર્ટ (Flipkart) અને તેની અન્ય હોલ્ડિંગ કંપનીઓ સાથે સંબંધિત છે જેણે ૨૦૦૯ થી ૨૦૧૫ વચ્ચે વિદેશી કંપનીઓ પાસેથી રોકાણ મેળવ્યું હતું. ફ્લિપકાર્ટ વિદેશી હૂંડિયામણની વિવિધ જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે આ જોગવાઈઓમાંથી એક ભારત બહારની વ્યક્તિને સિક્યોરિટીઝ ટ્રાન્સફર અને ઇશ્યૂ કરવા સંબંધિત છે. વોલમાર્ટે ૨૦૧૮ માં ફ્લિપકાર્ટ (Flipkart) ને ૧૬ અબજ ડોલરમાં ખરીદી હતી. ફ્લિપકાર્ટ (Flipkart) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની ભારતના કાયદા અને સીધા વિદેશી નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે. તેમણે કહ્યું કે, અમે આ મામલાની તપાસ કરી રહેલા અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપીશું.

આ ઘટનાની જાણકારી ધરાવતા એક અધિકારીએ જણાવ્યું હતું કે ફોરેન એક્સચેન્જ એક્ટની વિવિધ કલમો હેઠળ ચાલી રહેલી તપાસ પૂર્ણ થયા બાદ ફેમાની શો-કોઝ નોટિસ જારી કરવામાં આવી છે.તેમના મતે, કાનૂની સુનાવણી શરૂ થઈ ગઈ છે. જે એકમોને કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે તેમને વ્યક્તિગત સુનાવણી માટે બોલાવવામાં આવશે.હાલના એફડીઆઈ નિયમો હેઠળ મલ્ટી બ્રાન્ડ રિટેલમાં એફડીઆઈની મંજૂરી નથી.

Other News : Jammu-Kashmir માં છેલ્લા ત્રણ વર્ષમાં ૪૦૦ એન્કાઉન્ટરમાં ૬૩૦ આતંકીઓ ઠાર

Related posts

બુમરાહ આજના સમયમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલરઃ તેંદુલકર

Charotar Sandesh

રાજ્યસભામાં મોદી સરકારનો સ્વિકાર : દેશમાં ૧૨ રાજ્યોમાં ઇસ્લામિક સ્ટેટના આતંકીઓ સૌથી વધુ સક્રિય…

Charotar Sandesh

આર્થિક પેકેજ પર માલ્યાનું ટિ્‌વટ, ‘મારા પાસેથી પૈસા લો અને કેસ ખત્મ કરો’

Charotar Sandesh