Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારો માટે તા.૧૭ અને ૨૨ ફેબ્રુઆરીના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

રોજગાર ભરતી મેળો

આણંદ : જિલ્લાનાં રોજગારવાચ્છું ઉમેદવારોને રોજગારી મળી રહે તેમજ નોકરીદાતાને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મળી રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરિયર સેંટર) આણંદ દ્વારા આગામી તા.૧૭/૨/૨૦૨૨ના રોજ સવારે ૧૧-૩૦ કલાકે સેન્ટ સ્ટીફન
ઇન્સ્ટિટ્યુટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી, આઇ.પી.મિશન કંમ્પાઉન્ડ, સ્ટેશન રોડ, આણંદ ખાતે અને તા.૨૨/૨/૨૦૨૨ના રોજ યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર, નલિની કોલેજ સામે, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર ખાતે સવારે ૧૧-૩૦ કલાકે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ ‌છે.

આ રોજગાર ભરતી મેળામાં મેન્યુફેક્ચરીંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, તેમજ અન્ય સેક્ટરનાં ખાનગી એકમનાં નોકરીદાતાઓ દ્વારા નોંધાયેલ ખાલી જગ્યાઓ ઉપર ઉમેદવારની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે

૧૮ થી ૩૫ વર્ષની વયના રોજગારવાચ્છું ઉમેદવાર કે જેઓ એસ.એસ.સી., એચ.એસ.સી,આઇ.ટી.આઇ, ડિપ્લોમાં તથા અન્ય ગ્રેજ્યુએટ જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો આ રોજગાર ભરતી મેળામાં ભાગ લઈ શકે છે.

ઉમેદવારે અનુબંધમ પોર્ટલનાં માધ્યમથી પણ રોજગારીની વધુ તક મેળવી શકે છે, જેનાં રજીસ્ટ્રેશન માટે ગુગલ લીંક https://forms.gle/Cc8kkSyQhW25j9Gp9 લીંકનાં માધ્યમથી રજીસ્ટ્રેશન કરીને નોંધણી કરાવી શકો છો અથવા વેબસાઈટ ઉપર www.anubabdham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકાશે.

MCCAnand Facebook Page:-Model career center Anand, Teligram Group લિંકના માધ્યમથી જોડાવા મોડેલ કેરીયર સેન્ટર આણંદના ફેસબુક પેજને લાઇક કરવા અને યુ-ટ્યુબ ચેનલ Mccanand તેમજ વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીનાં હેલ્પ લાઈન નંબર ૬૩૫૭૩ ૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવા જિલ્લા રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું છે.

Other News : સુરત : ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી, સમગ્ર વિસ્તાર હિબકે ચઢ્યું, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

Related posts

આણંદ જિલ્લાના અપરણિત યુવાનો માટે લશ્‍કરમાં જોડાવા માટેની અમૂલ્ય તક : ભરતી રેલીનું આયોજન…

Charotar Sandesh

વડતાલમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી : જુગાર રમતા ૧૩ શખ્સો ઝડપાયા

Charotar Sandesh

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ચિખોદરા ચોકડીથી ગણેશ ચોકડી સુધી સ્‍વચ્‍છતા પદયાત્રા

Charotar Sandesh