Charotar Sandesh
સ્પોર્ટ્સ

MS Dhoni ફિટ, આઈપીએલમાં આગામી ૨-૩ વર્ષ ચેન્નાઇ માટે રમી શકે છે

CSK CEO On MS Dhoni
સીઈઓ કાશી વિશ્વનાથનું નિવેદન

ચેન્નાઈ : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ ચૂક્યા હોય, પરંતુ તેઓ આગામી બે વર્ષ સુધી આઇપીએલમાં રમવાનું ચાલુ રાખશે. ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને સ્પષ્ટ કર્યું, મહેન્દ્રસિંહ ધોની ૧-૨ વર્ષ સુધી આઈપીએલ રમશે.

વિશ્વનાથને કહ્યું, ’મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે જે કંઇ પણ કર્યું છે તેનાથી અમે ઘણા ખુશ છીએ. તે ફક્ત તેમની કેપ્ટનશીપની જ વાત નથી. તેઓ અમારી ટીમના માર્ગદર્શક અને લીડર છે. તેઓ ટીમના સૌથી અનુભવી ખેલાડી છે. ”

ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓએ કહ્યું, ’અમને લાગે છે કે તેઓ હજી પણ ફિટ છે. એક ખેલાડી તરીકે પણ તેઓ ટીમમાં ઘણું મહત્વ ધરાવે છે. તેઓ આગામી એક કે બે વર્ષ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી શકે છે. તેઓ સંપૂર્ણ રીતે ફિટ છે. મને હવે કોઈ કારણ દેખાતું નથી, કે જેના કારણે તેમણે હવે આઈપીએલ રમવાનું બંધ કરી દેવું જોઈએ.’ ગત આઈપીએલ સીઝનમાં પ્રથમ વખત ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવી શકી નહોતી. જેના કારણે મહેન્દ્રસિંહ ધોનીની પણ ખૂબ ટીકા થઈ હતી. વર્તમાન આઈપીએલ સીઝનના પહેલા ભાગમાં ચેન્નઈનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. તે ટોપ-૪ ટીમોમાંની એક છે.

You May Also Like : ઇંગ્લેન્ડ પ્રવાસ : Indian Teamના તમામ ખેલાડીઓ ૯ જુલાઈ સુધીમાં બીજો ડોઝ લેશે

Related posts

બુમરાહ આજના સમયમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલરઃ તેંદુલકર

Charotar Sandesh

ટોક્યો ઓલિમ્પિક : ઓસ્ટ્રેલિયાની સૉફ્ટબોલની ટીમ હાલ ક્વોરન્ટાઇન…

Charotar Sandesh

મહેન્દ્રસિંહ ધોની ઓસ્ટ્રેલિયાના માઇકલ બેવનથી સારો મેચ ફિનિશર : આરપી સિંહ

Charotar Sandesh