Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં દરેક બેરોજગારને રોજગારની ગેરંટી, ૧૦ લાખ સરકારી નોકરી અપાશે : અરવિંદ કેજરીવાલની જાહેરાત

સીએમ અરવિંદ કેજરીવાલ

ગીર સોમનાથ : આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા સભા-મિટીંગો શરૂ થઈ છે, ત્યારે ચુંટણી જાહેર થયા પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા આજે ૧૦ ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે, આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવેલ કે, ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર, ચૂંટણીના ત્રણ મહિના પહેલાં ઉમેદવારો જાહેર કરવામાં આવશે.

આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ આપ પાર્ટી જોરશોરથી પ્રચાર કરી સત્તાધારી ભાજપ પાર્ટીને ટક્કર આપવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેમાં સોમનાથના સાંનિધ્યમાં સભા સંબોધવા દિલ્હીના સીએમ તેમજ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પહોંચ્યા હતા, આ સભામાં પોતાના પ્રવચનની શરૂઆતમાં ઝેરી દારૂ પીવાથી ૫૦થી વધુ આપણાં ભાઈઓએ જાન ગુમાવી પડી છે એમ કહી તેમની આત્માની શાંતિ માટે ૨ મિનિટનું મૌન પાળ્યું હતું.

હું સોમનાથ સાંનિધ્યે રોજગાર મુદે ગેરન્ટી આપવા આવ્યો છું : Delhi CM

આમ આદમી પાર્ટી દ્વારા આજે ૧૦ ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે

પોતાના પ્રવચનમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ એ જણાવેલ કે, આજે હું સોમનાથ સાંનિધ્યે રોજગાર મુદે ગેરન્ટી આપવા આવ્યો છું. ગુજરાતના દરેક ભાઈ, બહેનને કહું છું કે, હવે આપઘાત કરવાની જરૂર નથી હવે તમારો મોટો ભાઈ આવી ગયો છે. જે હું કેજરીવાલ સોમનાથ સાંનિધ્યેથી પાંચ ગેરન્ટી આપું છું. જેમાં રાજ્યના દરેક યુવકને રોજગારી આપવામાં આવશે., જ્યાં સુધી રોજગારી નહીં મળે ત્યાં સુધી દરેક બેરોજગારને ૩ હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશ., ૧૦ લાખ સરકારી નોકરીઓ બહાર પાડીશું.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ એ જણાવેલ કે સરકારી નોકરીઓના પેપર ફૂટવાની ઘટનાને અટકાવવા માટે કાયદો લાવીશું, સહકારી ક્ષેત્રે ભ્રષ્ટાચાર અને લાગવગથી નોકરી નહીં દેવા દઈએ તેમાં પારદર્શકતા લાવીશું. હું વીજળી, શિક્ષણ ફ્રીમાં આપું છું તો મફતમાં રેવડી વેચવા આવ્યો તેવું કહે છે. હું જનતાને ફ્રીમાં રેવડી વેચું છું જ્યારે તેઓ તેમના મિત્રોને ફ્રીમાં રેવડી આપે છે.

Other News : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પહેલા જ AAP પાર્ટીએ ૧૦ ઉમેદવારોના નામ જાહેર કર્યા

Related posts

વડોદરામાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધરી ૧૫ કિલો અખાદ્ય તેલનો નાશ કર્યો…

Charotar Sandesh

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ ઘટના અને કેસ અંગે જાણો : ૭૦ મિનીટમાં રર ધમાકા, મોતનું તાંડવ સર્જાયું હતું

Charotar Sandesh

કડાણા ડેમમાંથી પાણી છોડાતા ૧૨૭થી વધુ ગામોમાં એલર્ટ જાહેર…

Charotar Sandesh