મુંબઈ : નવા કોરોનાનાં વિવિધ સ્વરૂપોના ઈન્ફેક્શનને અટકાવવા લોકોએ રસીના બે ડોઝ લેવા જ જોઈએ તે વિશેષ કરીને માસ્ક પહેરવા જેવા કોવિડના નિયમોનું પાલન કરવું જોઈએ.
કોવિડ જેવી મહામારી ફેલાવતા કોરોના જેવા જીવાણુઓ ક્યાંથી કેવી રીતે પેદા થયાં તેના અભ્યાસમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ નીમેલી ૨૬ સભ્યોની ટીમના એક સભ્ય ગંગાખેડેકર છે
કોવિડની વેક્સિન કોવિશિલ્ડ તથા કોવાક્સિન બોટસ્વાના સ્વરૂપ ઓમિક્રોન (બી.૧.૧.૨૫૯)ને નામે ઓળખવાયેલા કોરોનાવાઈરસના છેલ્લામાં છેલ્લા સ્વરૂપનો ચેપ (ઈન્ફેક્શન)લાગતાં દરદીના હોસ્પિટલાઈઝેશન કે તેના મોતની સંભાવનાને અટકાવી શકે એમ વાઈરોલોજીસ્ટો તથા ચેપી રોગોના નિષ્ણાતોએ જણાવ્યું છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિક્લ રીસર્ચ (આઈસીએમઆર)ના એપિડેમિઓલ્વેજી એન્ડ કમ્યુનિકેબલ ડિસીઝ વિભાગના ભૂતપૂર્વ વડા તથા વરિષ્ઠ વિજ્ઞાાની રમણ ગંગાખેડેકરે જણાવ્યું હતું કે ઓમિક્રોન વેક્સિનોની અસરકારકતાને કદાચ ન ગાંઠે તે સૈદ્ધાંતિક રીતે શક્ય છે. પણ આપણે જાણીએ છીએ કે આ ત્યાં ઉપલબ્ધ વેક્સિનો કોવિડને કારણે હોસ્પિટલાઈઝેશન તથા થતા મોત અટકાવે છે.
Other News : ઓમિક્રોન વેરિઅન્ટ વિશ્વ માટે ખતરા સમાન છે : ડબલ્યુએચઓએ ચેતવણી આપી