Charotar Sandesh
ગુજરાત

ચૂંટણી પ્રચાર દરમિયાન ફેક ન્યૂઝ ફેલાવનારા અને શાંતિ ભંગ કરનારા ચેતી જાય : ચૂંટણીપંચ

ફેક ન્યૂઝ

દરેક જિલ્લામાં ચૂંટણીપંચની ટીમ રાખશે ચાંપતી નજર

નવીદિલ્હી : દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે ગુજરાતમાં Electionની તારીખોની જાહેરાત કરી હતી. ૧ ડિસેમ્બર અને ૫ ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણી પંચ વિવિધ જાહેરાતો કરી હતી તેમજ કેટલીક નિયમાવલી જણાવી હતી. તે મુજબ તેઓ સોશિયલ મીડિયા પર ખાસ ધ્યાન આપશે.

આ માધ્યમનું Monitoring કરવા માટે ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે ગુજરાતના દરેક જિલ્લામાં ચૂંટણી પંચની પોતાની એક ટીમ રાજકીય પક્ષોના સોશ્યિલ મીડિયા પર નજર રાખશે

ચૂંટણી પંચ, ફેક ન્યૂઝ, અફવા તેમજ શાંતિ ભંગ કરનારા સમાચારો પર ખાસ નજર રાખશે. જો તેમને એવું લાગશે કે સોશિયલ મીડિયા પરનું આ કન્ટેન્ટ વાંધાનજક છે તો તેના માટે ઇન્ડિયન પીનલ કોડની કલમ મુજબ કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે. સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટે સર્કલ ઓફિસર પાસે પણ પોતાની ટીમ હશે અને કાયદો ભંગ કરનારા સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે. રાજકીય પક્ષોની તમામ ગતિવિધિઓ પર વોચ રાખવાનો તખતો ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરી દેવાયો છે.

હાલના સમયમાં સોશિયલ મીડિયા પર નિયંત્રણ કરવું થોડું મુશ્કેલ છે, ત્યારે ચૂંટણીપંચ દરેક જિલ્લામાં પોતાની ટીમ દ્વારા ફેસબુક, વોટ્‌સ એપ અને યુ ટયૂબના માધ્યમથી મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરિત કરવાથી લઈને કોઈ નેતા કે પાર્ટી દ્વારા અપાતી લાંચ કે અન્ય પ્રલોભનોથી દૂર રહેવા જાગ્રત કરશે તેમજ વાંધા નજક કન્ટેન્ટની નોંધ પણ લેશે. રાજકીય પક્ષો દ્વારા સોશિયલ મીડિયામાં પણ પ્રચાર કરવામાં આવતો હોય છે. પરંતુ, તેના ધારાધોરણો મુજબ જ પ્રચાર કરવાનો હોય છે.

જો આચાર સંહિતાનો ભંગ કરવામાં આવશે તો તેની સામે આઈપીસી અને આઈટી એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવશે. જો કોઈ વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હશે કે ઉશ્કેરણીજનક પોસ્ટ કરવામાં આવી હશે તો તેની સામે પોલીસની કાર્યવાહી પણ કરાશે.

Other News : ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખો જાહેર : બે તબક્કામાં યોજાશે ચુંટણી, આચારસંહિતા લાગુ

Related posts

કોંગ્રેસના નેતાઓ માટે ભાજપના દરવાજા બંધ : પાટીલ ઉવાચ્‌…

Charotar Sandesh

કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થતા ભીષણ આગ : એકનું મોત…

Charotar Sandesh

૧ જૂનથી દેશભરમાં ટ્રેનો દોડશે, ગુજરાતને ૧૦ ટ્રેન મળી, વધારે અમદાવાદને ફાળે…

Charotar Sandesh