Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત દુષ્કર્મ કેસમાં સૌથી ઝડપી ચુકાદો આપવામાં આવ્યો : આરોપીને આજીવનની સજા

દુષ્કર્મ કેસ

સુરત : મધ્યપ્રદેશના જ દતિયા અને ગ્વાલિયરમાં ૨૦૧૮ની સાલમાં ૬ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનારા ૨૪ વર્ષના અલગ-અલગ કેદીઓને આજીવન કેદ અને દેહાંતદંડની સજા થઈ હતી.

દતિયાના કેસમાં તો ચાર્જશીટ ફાઈલ થયાના ૩ દિવસમાં જ પોક્સો કોર્ટે સજા સંભળાવી દીધી હતી, જ્યારે ગ્વાલિયરવાળા કેસમાં પોક્સો કોર્ટે ૫ દિવસનો સમય લીધો હતો અને પછી ૨૪ વર્ષીય આરોપીને મૃત્યુદંડ કર્યો હતો. ૨૦૧૯માં ૧૪ ઓક્ટોબરે સુરતના એક વિસ્તારમાં સાડાત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરીને થેલીમાં નાખવાર આરોપી અનિલ યાદવને ૩૧ જુલાઈએ સુરત કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.

આ કેસમાં સરકાર સ્પીડ ટ્રાયલ માટે આદેશ કર્યા હતા. આ ઘટના બાદ આરોપી અનિલ યાદવ બિહારના બક્સર નાસી છૂટ્યો હતો અને પોલીસે તેના ઘરથી બાર કિલોમીટર દૂર મિત્રના ઘરેથી ઝડપી પાડ્યો હતો, ત્યાર બાદ પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી હતી. આરોપીએ પોતાના ગુનાની કબુલાત કરતાં જણાવ્યું હતું કે બાળકી સાથે આ અપરાધ કરતાં પહેલાં તેણે પોતાના મોબાઇલમાં અશ્લીલ ફિલ્મો જોઇ હતી. બાળકી તેના રૂમમાં આવી જતાં જધન્ય અપરાધને અંજામ આપ્યો હતો.

બાદમાં બાળકીનું ગળું દબાવીને હત્યા કરી હતી. દુષ્કર્મ કેસમાં નજરે જોનારા કોઇ સાક્ષી ન હોવાને કારણે પોલીસે સાંયોગિક પુરાવાને આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં કુલ ૩૫ સાક્ષી હતા. પોલીસે FSL રિપોર્ટ, ઘટનાસ્થળ પરથી મળેલા પુરાવા, બાળકીના પિતાનું નિવેદન, પાલેજ સ્ટેશનના CCTV ફૂટેજ અને આરોપીની કોલ-ડિટેલને આધાર બનાવી કોર્ટમાં એક જ મહિનામાં ચાર્જશીટ રજૂ કરી હતી.

ભારતના ન્યાયતંત્રના ઇતિહાસમાં સૌથી ઝડપી ચુકાદાની આ ૪થા ક્રમની ઘટના છે, જ્યારે મધ્યપ્રદેશના ઘાટિયા વિસ્તારમાં ૫ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારા ૧૬ વર્ષના કિશોરને ચાર્જશીટ ફાઈલ થયાના ૨૪ કલાકમાં જ પોક્સો કોર્ટે બે વર્ષની સજા કરી હતી, એ અત્યારસુધીનો સૌથી ઝડપી ચુકાદો છે. આ ઉપરાંત એવી ચાર ઘટના છે, જેમાં માસૂમ બાળાઓ પર દુષ્કર્મ ગુજારનારા હેવાનોને અદાલતોએ ૫ દિવસની અંદર જ આજીવન કેદથી માંડીને મૃત્યુદંડની સજા કરી છે.

Other News : રાજ્યમાં નોન-વેજ લારીઓને હટાવવી જ જોઈએ : મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

Related posts

હમ નહિ સુધરેંગે : બે દિવસમાં લોકોએ માસ્ક ન પહેરવા બદલ ૨.૪૨ કરોડનો દંડ ભર્યો…

Charotar Sandesh

આનંદો… ખેડૂતો ૪ એકર વિસ્તાર ધરાવતા સર્વે નંબરમાં બીજુ વીજ જોડાણ મેળવી શકશે

Charotar Sandesh

રાજ્યમાં દારૂ-બંધી હોવા છતા જાહેરમાં ચાલતા દેસી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગના દરોડા

Charotar Sandesh