ઘણા વ્યવસાયિકો અને મોલ, બિલ્ડીંગ, હોટલ સંચાલકોએ રાજકીય પીઠબળ હેઠળ કે પદ પ્રતિષ્ઠા ના જોરે હજુ પણ ફાયર સેફટી અંગે કોઈ સુવિધાઓ ઉભી કરી નથી
વારંવાર નોટિસો આપ્યા છતાંય સંચાલકોએ ધ્યાને ન લેતાં આજરોજ ફાયર વિભાગે લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરી
આણંદ : શહેરમાં આવેલી બહુમાળી ઇમારતોમાં ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરનારા સંચાલકો સામે ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા આજથી સીલ મારવાની કાર્યવાહી શરૂ કરતાં ચકચાર મચી છે. વારંવારની નોટિસો અને જાહેર વિનંતીઓ છતાં બિલ્ડીંગો માલિકો દ્વારા કોઈ પગલાં ન ભરાતાં આજે ફાયર વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.
કોરોનાકાળ દરમ્યાન થઈ રહેલી મોટી ઘટનાઓ રોકવા માટે હાઈકોર્ટે ફાયર સેફટીના કડક અમલ અંગે સરકારને કડક પગલાં લેવા તાકીદ કરી હતી અને જે આધારે દરેક શહેરમાં ફાયર સેફટીના નિયમોનો કડક અમલ કરવા રાજ્ય સરકારે પરિપત્ર જારી કર્યો હતો.
જેમાં આણંદ ફાયર વિભાગ દ્વારા સમયે સમયે શહેરના બહુમાળી બિલ્ડીંગો અને હોસ્પિટલો તેમજ હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોને સૂચિત કર્યા હતા. જોકે ઘણા વ્યવસાયિકો અને મોલ, બિલ્ડીંગ, હોટલ સંચાલકોએ રાજકીય પીઠબળ હેઠળ કે પદ પ્રતિષ્ઠા ના જોરે હજુ પણ ફાયર સેફટી અંગે કોઈ સુવિધાઓ ઉભી કરી નથી.
દરમ્યાન આજરોજ ફાયર વિભાગે લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે, પ્રથમ પાણી કનેક્શન કાપવા ચીફ ઓફિસર દ્વારા વોટર વર્ક્સ ની ટીમ ફળવાઈ છે. ચીફ ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની આગેવાની માં ફાયર ટીમ પણ કામે લાગતા શહેરમાં હોબાળો મચ્યો છે. જેમાં હોટલ સીટી પોઈન્ટ, હોટલ સહયોગ અને કેવલ ટાવર કોમ્પ્લેક્ષ, રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્ષ સહિત ૫૦ જેટલા સ્થળોએ આજે કાર્યવાહી હાથ ધરી પાણીના કનેક્શન કાપવા સહિતની કામગીરી કરાઈ છે તેમજ તમામ સંચાલકો પાસે ૧૦ દિવસમાં ફાયરસેફટી સુવિધા ઉભી કરવાની બાંહેધરી પણ લેવામાં આવી છે.
Other News : આણંદ કઠોળના જથ્થાના મોનીટરીગ અંગેની જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ