Mumbai : મહારાષ્ટ્રમાં સરકાર ફેરવાઈ ગઈ છે, ત્યારે આજે મહારાષ્ટ્ર સ્પિકરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થઈ છે. શિવસેનાના ઘણા ધારાસભ્યોએ Enkath Sindeના નેતૃત્વમાં પાર્ટી સામે બળવો કર્યો હતો.
રાજ્યપાલે Uddhav ઠાકરે સરકારને ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ ફ્લોર ટેસ્ટ પહેલા જ Uddhav ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જ્યારે, Eknath Sinde જૂથે ભાજપના સમર્થન સાથે રાજ્યમાં સરકાર બનાવી દીધેલ છે.
Shivsena નેતા એકનાથ શિંદેના મુખ્યમંત્રી બન્યાના બીજા જ દિવસે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિંદેને પક્ષના તમામ હોદ્દા પરથી હટાવેલ હતા, આ બધા રાજકીય ઘટનાક્રમ બાદ આદિત્ય ઠાકરેએ ઇન્સ્ટાગ્રામ પર પ્રથમ પોસ્ટ કરેલ છે. આ વાઈરલ પોસ્ટ દ્વારા તેમણે એક સંદેશ આપ્યો છે, પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ શનિવારે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરેલ હતી, આ પોસ્ટમાં તેમણે પિતા ઉદ્ધવ ઠાકરે સાથે ચાલતા એક તસવીર શેર કરેલ.
જેમાં તસવીરના કેપ્શનમાં પણ લખ્યું છે કે, ’હંમેશા સાચા સ્ટેપ્સ ફોલો કરવા ખૂબ જ જરૂરી છે.’ આ પોસ્ટ દ્વારા તેમણે શિવસેના અને સમગ્ર રાજ્યની જનતાને ખાસ સંદેશ આપવાનો પ્રયાસ કરેલ
આ સિવાય આદિત્ય ઠાકરેએ પોતાના સમર્થકોનો આભાર માન્યો અને કહ્યું કે તેમનો પ્રેમ અને આશીર્વાદ જ સેનાની અસલી તાકાત છે. અગાઉ આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રના રાજકીય હંગામા પહેલા ફાધર્સ ડે પર ઈન્સ્ટાગ્રામ પર છેલ્લી પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે પોતાની બાળપણની તસવીર શેર કરી છે, જેમાં તે પિતા Udhva Thakrey ના ખોળામાં બેઠેલા જોવા મળી રહ્યા છે. આ તસવીરના કેપ્શનમાં તેમણે લખ્યું, ’મારી સતત પ્રેરણા અને શક્તિને ફાધર્સ ડેની શુભકામનાઓ!’
Other News : આણંદમાં શૂઝના શો રૂમમાં ૧૭ લાખનો મુદ્દામાલની ચોરી થતાં કર્મચારીની જ સંડોવણી સામે આવી