Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કુદરતી આફત સહાય યોજના હેઠળ બોરસદ તાલુકામાં સીસ્વાના મૃતકના પરિવારને ચાર લાખનો ચેક અર્પણ

આણંદના બોરસદમાં

આણંદ : ચોમાસાની શરૂઆતમાં જ આણંદના બોરસદમાં વરસાદી આફત સર્જાઈ છે, જેમાં સીસવા ગામે મહાનિયા મહાદેવ વિસ્તારમાં રહેતા કિશનભાઇ ઠાકોર કે જેઓ ભારે વરસાદ (heavy rain) ના કારણે વાઘરી વાસ વિસ્તારમાં લોકો પાણીમાં ફસાયેલા લોકોને ગ્રામ ભોજન આપવા જતા તેમનો પગ લપસી જતા તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. રવિવારે જ તેમનો મૃતદેહ એન.ડી.આર.એફની ટીમે શોધી કાઢ્યો હતો. બોરસદ, કઠોલ અને સીસવા ગામે જે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા.

સ્વ.કૃણાલ પટેલના પરિવારને મૃત્યુ સહાયની સાથે રાજેન્દ્ર ત્રિવેદી પરિવારના દુઃખમાં સહભાગી થયાં ત્યારે સર્જાયા લાગણીસભર દૃશ્યો

આણંદ જિલ્લામાં મોસમનો પ્રથમ વરસાદ વેરી બન્યો છે. જિલ્લા પ્રભારી અને મહેસૂલ તથા કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી (rajendra trivedi) ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રે કુદરતના પડકાર સામે લોકોને તત્કાળ રાહત આપવા કમર કસી છે. શ્રી ત્રિવેદી જાતે અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈ રહ્યા છે નિયમોનુસાર રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર તમામ મદદ અસરગ્રસ્તોને મળે તેની દેખરેખ રાખી રહ્યાં છે.

મહેસુલ મંત્રીશ્રી પૂરની આફતમાં જાન ગુમાવનારા સ્વ.કૃણાલ પટેલના ઘેર જઈને મૃત્યુ સહાયની રૂ. ૪ લાખની સહાયનો ચેક એમના માતાપિતાને અર્પણ કર્યો ત્યારે શોકાતુર માતાપિતા અને પરિવારની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા માંડ્યો.

દ્રવિત થયેલા મહેસૂલ મંત્રીશ્રી (Gujarat Minister)એ પુત્રવત સ્નેહથી પોતાના રૂમાલ વડે બંને વડીલોના આંસુ લૂછ્યા ત્યારે ભાવનાસભર દૃશ્ય સર્જાયું હતું. તેઓ જાણે કે મુક પણે કહી રહ્યાં હતાં કે સંકટની આ ઘડીએ સંવેદનાસભર રાજ્ય સરકાર તમારા પડખે છે. આ આંસુ લુંછનારી સરકાર છે.

Other News : બોરસદ તાલુકાના ગામોમાં પુરમાં તણાયેલા વધુ ર મૃતકો મળ્યા : કુલ મૃત્યુઆંક ત્રણ થયો : NDRF ટીમ તૈનાત

Related posts

Breaking : આર્થિક સંકળામણને કારણે સામુહિક આપઘાત, માતા-પુત્રનું મોત, પુત્રીનો બચાવ…

Charotar Sandesh

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : આણંદ જિલ્લામાં વિધાનસભાની ૭ બેઠકો ઉપર ૧૭.૬૮ લાખથી વધુ મતદારો

Charotar Sandesh

આણંદ : તા.૧૯ થી તા.૨૩મી ઓક્ટોબર દરમિયાન ઓનલાઈન ભરતી મેળાનું આયોજન કરાશે…

Charotar Sandesh