Charotar Sandesh
ઈન્ડિયા

એક જ બાળક હશે તો ૨૦ વર્ષ સુધી મફત શિક્ષણ, સારવાર : ઉત્તરપ્રદેશમાં ડ્રાફ્ટ તૈયાર

પોપ્યુલેશન

ઉત્તર પ્રદેશમાં પોપ્યુલેશનના કાયદાનો ડ્રાફટ તૈયાર

ન્યુ દિલ્હી : યુપી સરકારે રાજ્યમાં પોપ્યુલેશન કન્ટ્રોલના કાયદો લાગુ કરવા માટેની તૈયારી કરી લીધી છે.આ માટેનો ડ્રાફ્ટ બનાવીને તૈયાર છે. આ ડ્રાફટમાં કરવામાં આવેલી જોગવાઈઓ અંગે મળતી વિગતો પ્રમાણે ૨થી વધારે બાળકો હોય તેમને સરકારી નોકરી માટે અરજી કરવાથી માંડીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવા પર રોક લગાવવાનો પ્રસ્તાવ છે.

એક જ બાળક હશે તો ૨૦ વર્ષ સુધી મફત શિક્ષણ, સારવાર : ઉત્તરપ્રદેશમાં ડ્રાફ્ટ તૈયાર

આ ડ્રાફટને સરકારની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો છે અને ૧૯ જુલાઈ સુધી તેના પર લોકોના મંતવ્યા માંગવામાં આવ્યા છે. આ ડ્રાફટ એવા સમયે રજૂ કરાયો છે જ્યારે ૧૧ જુલાઈએ યોગી સરકાર નવી પોપ્યુલેશન પોલિસી જાહેર કરવા જઈ રહી છે.

જો કાયદો લાગુ થયો તો બેથી વધારે બાળકો પેદા કરનારા સરકારી નોકરી માટે એપ્લાય નહીં કરી શકે અને તેમને બઢતી પણ નહીં મળશે. સાથે સાથે ૭૨ જેટલી સરકારી યોજનાઓના લાભ અને ગ્રાન્ટથી પણ આવા લોકોને વંચિત રહેવુ પડશે. સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડનારા ઉમેદવારોએ બેથી વધારે બાળકો પેદા નહીં કરીએ તેવુ સોગંદનામુ પણ આપવુ પડશે અને જો તેઓ બેથી વધારે બાળકોના માતા કે પિતા બનશે તો તેમની ચૂંટણી રદ કરવામાં આવશે.

જો બાળકોના માતા પિતા સરકારી નોકરીમાં છે અને નસબંધી કરાવે છે તો તેમને વધારાનુ ઈન્ક્રીમેન્ટ, પ્રમોશન, સરકારી આવાસની યોજનામાં છૂટ આપવાની પણ ભલામણ કરવામાં આવી છે. બે બાળકો ધરાવતા દંપતિ જો સરકારી નોકરીમાં નથી તો તેમને પાણી, લાઈટ, ઘરવેરા તેમજ હોમલોનમાં પણ વધારે સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડનારા ઉમેદવારોએ બેથી વધારે બાળકો પેદા નહીં કરીએ તેવુ સોગંદનામુ પણ આપવુ પડશે અને જો તેઓ બેથી વધારે બાળકોના માતા કે પિતા બનશે તો તેમની ચૂંટણી રદ કરવામાં આવશે સાથે સાથે એક જ બાળક હોય અને નસબંધી કરાવે તેવા માતા અથવા પિતાના સંતાનને ૨૦ વર્ષ સુધી મફત સારવાર, શિક્ષણ તેમજ સરકારી નોકરીઓમાં પ્રાથમિકતા આપવામાં આવશે. ૧૧ જુલાઈએ યોગી સરકાર નવી પોપ્યુલેશન પોલિસી જાહેર કરવા જઈ રહી છે.

You May Also Like : મોદી મંત્રીમંડળના ૪૨ ટકા ચહેરાઓ ગુનાહિત, ૯૦ ટકા કરોડપતિ : રિપોર્ટ

Related posts

એક દાયકામાં ત્રીજી વખત સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ વરસાદ નોંધાયો

Charotar Sandesh

ભારતીયોને ઝટકો : યુએઇથી સાઉદી અરબ અને કુવૈત જવા પર પ્રતિબંધ…

Charotar Sandesh

પ્રધાનમંત્રી FAOની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે રૂપિયા ૭૫ના ચલણી સિક્કાનું વિમોચન કરશે…

Charotar Sandesh