Charotar Sandesh
ઈન્ડિયા

ફ્રાન્સની કંપની પાસે રાફેલ સોદામાં ૬૫ કરોડની લાંચ અપાઈનો ધડાકો

રાફેલ

નવી દિલ્હી : ભારતે ફ્રાન્સની કંપની પાસેથી ૩૬ રાફેલ વિમાનો ખરીદવા રુ. ૫૯૦૦૦ કરોડનો સોદો કર્યો હતો. શંકાસ્પદ સોદામાં લાંચ અપાઇ હતી કે નહીં તેની સ્વતંત્ર અને તટસ્થ તપાસ માટે એક ફ્રેન્ચ જજની પણ નિમણૂંક કરવામાં આવી હતી.

જો કે આ અંગે ભારતના સંરક્ષણ મંત્રાલય તરફથી કે દસોલ્ટ કંપની તરફથી હાલ કોઇ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. જે ખોટા બિલો દ્વારા દસોલ્ટ કંપનીએ ભારતીય દલાલને લાંચ આપી હતી તે બિલની નકલ પણ તે પ્રસિદ્ધ કરી રહ્યું છે.

ભારતની સીબીઆઇ અને ઇડી જેવી એજન્સીઓ છેક ૧૯૧૮થી આ લાંચ અંગે માહિતી ધરાવતી હતી

યાદ રહે કે આ અગાઉ પણ રાફેલ સોદામાં ખુબ મોટી લાંચ અપાઇ હોવાના ગંભીર આક્ષેપ થયા હતા પરંતુ ભારતના સંરક્ષણ મંત્રાલયે અને ફ્રાન્સની દસોલ્ટ કંપનીએ તે બાબતનો સતત ઇન્કાર કરતાં તમામ આક્ષેપોને આધારવિહિન ગણાવી ફગાવી દીધા હતા.

તે ઉપરાંત ભારતની સુપ્રીમ કોર્ટે પણ આ કેસમાં તપાસ કરાવવાની દાદ માંગતી એક અરજીને એમ કહીને ફગાવી દીધી હતી કે આ કેસમાં તપાસ માટે કોઇ નક્કર આધાર નથી. દસ્તાવેજી પૂરાવા છે જે સ્પષ્ટ સંકેત કરે છે કે દસોલ્ટ અને તેની અન્ય એક સાથીદાર કંપની થેલ્સ એમ બંનેએ ભેગા મળીને ભારતીય વચેટિયા દલાલને સિક્રેટ કમિશન પેટે લાખો યુરોની લાંચ આપી હતી.

દસોલ્ટે એવી સ્પષ્ટતા કરી હતી કે આ સોદો પાર પાડવા તેના દ્વારા કોઇ મીડલમેનને લાંચ કે કમિશન ચૂકવાયુ નથી અને કંપની દેશના લાંચ વિરોધી તમામ કાયદાઓનું સુપેરે પાલન કરે છે. સોદો પાર પાડવા કમિશન પેટે જે રકમ નક્કી થઇ હતી તેનો મોટો ભાગ તો ૨૦૧૩ની સાલ પહેલાં જ ચૂકવાઇ ગયો હતો.

સુસેન ગુપ્તા સાથે સંકળાયેલા એક બેંક એકાઉન્ટની વિગતો અનુસાર ડી નામની એક કંપની (દસોલ્ટ માટે સાંકેતિક ભાષામાં ઉપયોગમાં લેવાતો શબ્દ)એ ૨૦૦૪ થી ૨૦૧૩ના સમયગાળા દરમ્યાન સિંગાપોરમાં કાર્યરત ઇન્ટરડયુ નામની એક શેલ કંપનીને ૧૪.૬ મિલિયન યુરો (રુ. ૧૨૫.૨૬ કરોડ)નુ પેમેન્ટ કર્યું હતું.

Other News : સ્પેસ વૉક કરનારી પ્રથમ ચીની મહિલા વાંગ યાપિંગ બની

Related posts

સહકારી બેંકો ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જૂ સમાન છેઃ શરદ પવાર

Charotar Sandesh

લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યાં છે

Charotar Sandesh

આતંકનો સાથ આપનારા દેશોનો વિરોધ થવો જોઇએ : મોદી

Charotar Sandesh