Charotar Sandesh
ગુજરાત

આજથી ત્રણ દેશના વડાપ્રધાન ગુજરાત પ્રવાસે : આ શહેરોમાં ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે, જુઓ

ત્રણ દેશના વડાપ્રધાન ગુજરાત

અમદાવાદ : ગુજરાતમાં દેશના પીએમની સાથે હવે વિવિધ ત્રણ દેશોમાં વડાપ્રધાન પણ પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે હવે પોલિસ તંત્ર સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે.

ગુજરાતમાં તા. ૧૮ થી ૨૧ એપ્રિલ દરમ્યાન ત્રણ દેશના PM ગુજરાતની મુલાકાત કરશે અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજશે તેમજ રોકાણો અને ઈન્ડસ્ટ્રી એમ બે બાબતોની ચર્ચા-વિચારણા કરશે.

પ્રવાસની વિગતો જોઈએ તો, મોરિશિયસના પીએમ પ્રવિંદ જુગનાથે આજે સોમવારે સૌરાષ્ટ્ર-રાજકોટમાં રોડ-શો યોજેલ, જેમાં તેઓનું ભવ્ય સ્વાગત કરાયું છે, ત્યારે હવે ત્રણ દિવસ દરમ્યાન બ્રિટનના પીએમ બોરિસ જોનસન મધ્ય ગુજરાતમાં વિવિધ પ્રોગ્રોમોમાં હાજરી આપશે અને ભારત-બ્રિટેન વચ્ચે વાણિજ્યીક સહકાર વધે તે માટે ચર્ચાઓ કરશે. જ્યારે પીએમ નરેન્દ્ર મોદી ત્રણ દિવસ દરમ્યાન જામનગર, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરના કાર્યક્રમોમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ રાજકોટના મહેમાન બન્યા છે, રાજકોટમાં રોડ-શો યોજેલ

ત્યારે આજરોજ સોમવારે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સાંસદ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાશનાથન અને મુખ્ય સચિવશ્રી પંકજકુમાર સહિતના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ કર્યુ હતું.

Other News : PM મોદી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે પહોંચ્યા : અધિકારીઓ પાસે પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી

Related posts

ભારત-પાક. આંતરરાષ્ટ્રીય સરહદ નડાબેટ ખાતે ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું લોકાર્પણ થયું

Charotar Sandesh

રાજ્યમાં વધુ ૧૦ કેસો પોઝિટિવ આવતા કુલ કેસોની સંખ્યા ૧૦૫ : અમદાવાદ ત્રીજા સ્ટેજમાં પહોંચ્યુ…

Charotar Sandesh

તમામ યુનિવર્સિટીની અંતિમ વર્ષની પરીક્ષા લેવાશે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત…

Charotar Sandesh